ગુજરાત

gujarat

ETV Bharat / state

Dashama Vrat 2022 : દશામાની મૂર્તિઓ બનાવવામાં કસબીઓ વ્યસ્ત - Dashama covered idol

અષાઢ વદ અમાસથી શરૂ થતા દશામાના વ્રતને (Dashama Vrat 2022) આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પાટણના ઓતિયા પરિવારો દશામાની નાના મોટા કદની સાંઢણીવાળી માટીની (Dashama covered idol) મૂર્તિઓને રંગરોગાન સાથે સુશોભિત કરી આખરી ઓપ આપવામાં વ્યસ્ત બન્યા છે.

Dashama Vrat 2022 : દશામાની મૂર્તિઓ બનાવવામાં કસબીઓ વ્યસ્ત
Dashama Vrat 2022 : દશામાની મૂર્તિઓ બનાવવામાં કસબીઓ વ્યસ્ત

By

Published : Jul 23, 2022, 4:12 PM IST

પાટણ :શ્રાવણ માસમાં અનેક ધાર્મિક તહેવારો અને ઉત્સવો આવે છે. શ્રાવણ માસના પ્રારંભ થતાં જ દશા સુધારનારી (Dashama Vrat 2022) દશામાના દસ દિવસીય વ્રતનો પ્રારંભ થાય છે. મહિલાઓમાં આ વ્રતનું વિશેષ મહત્વ જોવા મળે છે. ત્યારે આ વ્રત પૂર્વે પાટણના ઓતિયા પરિવારના મૂર્તિકારો વિવિધ પ્રકારની નાના મોટા કદની માતાજીની મૂર્તિઓ બનાવવાનો (Dashama covered idol) પ્રારંભ કર્યો છે, ત્યારે ચાલુ વર્ષે પણ આ પરિવારના કારીગરો પરંપરાગત રીતે નાના મોટા કદની સાંઢણીવાળી મૂર્તિઓ બનાવી તેને રંગરોગાન સાથે સુશોભિત કરી આખરી ઓપ આપવામાં વ્યસ્ત બન્યા છે.

આ પણ વાંચો :પાટણમાં દશામાની મૂર્તિઓ ખરીદવા ભારે ભીડ ઉમટી

મૂર્તિઓની માંગ વધી -આ પરિવારના સદસ્યો પોતાની વારસાગત કલા કારીગરી (Dashamani murti) જાળવી રાખવા દરેક ધાર્મિક તહેવારો અને ઉત્સવોમાં દેવી-દેવતાઓની વિવિધ પ્રકારની માટીની મૂર્તિઓ બનાવી તેનું વેચાણ કરે છે. ગત વર્ષે કોરોના મહામારીને કારણે ઓછા પ્રમાણમાં મૂર્તિઓનું વેચાણ થયું હતું, ત્યારે ચાલુ વર્ષે કોરોના હળવો થયો છે જેને લઇને સરકારે પણ છૂટછાટ આપી છે. તેથી મૂર્તિ બનાવનાર કસબીઓએ આ વર્ષે વધુ મૂર્તિઓ બનાવી છે.

આ પણ વાંચો :મહીસાગરમાં દશામાંના વ્રતને લઈ મૂર્તિ ખરીદી માટે બહેનોની ભારે ભીડ

મૂર્તિઓના ભાવમાં વધારો -ખાસ કરીને માટીની મૂર્તિઓના ઓર્ડર વધુ નોંધાયા છે. જેથી માટીની મૂર્તિઓની માંગ વધી છે. ગત વર્ષની સરખામણીમાં માટીમાંથી બનાવેલી મૂર્તિઓની કિંમતમાં પણ નોંધપાત્ર (Artisans making Dashama Idols) વધારો જોવા મળ્યો છે. માટી લાવવાની મજૂરી ખર્ચ અને કલરોના ભાવ વધવાને કારણે ચાલુ વર્ષે મૂર્તિઓના ભાવમાં 25 ટકા વધારો થયો છે. દશામાની (Significance of Dashama Vrat) સાંઢણીવાળી મૂર્તિઓ 100થી 2000 રૂપિયાની કિંમતની તૈયાર કરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details