બસ્પા ગામે વેરની વસુલાતમા નાડોદા અને રાજપૂત સમાજના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જેમા દરબાર સમાજના અને બોર્ડર વિંગમાં ફરજ બજાવતા નરસંગજી ચમનજી વાઘેલા ઉપર નાડોદાના કનુભાઈએ ફાયરિંગ કર્યુ હતું.
બસ્પા ગામે બોર્ડર વિંગના જવાનનો હત્યારો એક વર્ષ પછી ઝડપાયો - rioats in baspa
પાટણઃ બસ્પા ગામમાં એક વર્ષ અગાઉ બોર્ડર વિંગના જવાનની કરપીણ હત્યા કરાઈ હતી. હત્યારાને ગાંધીનગરના સાંતેજ ગામમાંથી પકડી લેવાયો છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્ય હતા. નામદાર કોર્ટે હત્યાના આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
બસ્પા ગામે બોર્ડર વિંગના જવાનનો હત્યારો એક વર્ષ પછી ઝડપાયો
આ ગોળીબારમાં તેમનું મોત થયુ હતું. હત્યા કરીને ભાગી છુટેલા આરોપીને ઝડપી પાડવા પાટણ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી . દરમિયાન આરોપી ગાંધીનગર એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણમાં આવ્યુ હતું.
પોલીસે તપાસ કરી માહિતી સાચી હોવાથી આરોપીની ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરતાં પોલીસે આ ગુનાની વધુ તપાસ હાથ ધરી છે.