પાટણ:દૂધસાગર ડેરીના (Dudhsagar Dairy Patan) પૂર્વ ચેરમેન ઉપર જીવલેણ હુમલો કરનાર ઈસમોની ધરપકડ કરી કાયદેસરના પગલાં લેવા માંગ કરવામાં આવી છે. આ સિવાય પૂર્વ ચેરમેન ઉપર લગાવવામાં આવેલી ખોટી કલમો દૂર કરવાની માંગ કરાઈ છે. પાટણમાં અર્બુદા સેના (Arbuda Sena Patan) અને પાટણ જિલ્લા દૂધ ઉત્પાદકોએ રેલી યોજી અધિક નિવાસી કલેકટરને (Patan Collector) આવેદનપત્ર આપ્યું હતું. એક અઠવાડિયાની અંદર હુમલો કરનારાઓને ઝડપી પાડવા માંગ કરી હતી. જો હુમલાખોરોને તાકિદે પકડવામાં નહીં આવે તો આગામી સમયમાં ત્રણ જિલ્લાઓમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
આ પણ વાંચો: Hit and Run : બાઈકને ટક્કર મારી કાર ચાલક ફરાર, ઘટના થઈ CCTVમાં કેદ
હુમલાને વખોડી કાઢવામાં આવ્યો:મહેસાણા દૂધ સાગર ડેરીની સામાન્ય વાર્ષિક સાધારણ સભામાં ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોગજીભાઇ ચૌધરીની ગાડીને ડેરીના પ્રવેશદ્વાર પાસે રોકવામાં આવી હતી. પૂર્વ આયોજિત કાવતરું હોય તેમ તેઓને ગાડીમાંથી બહાર કાઢી તેમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઠેરઠેર આ બાબતે વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યો છે. પાટણમાં પણ દૂધ ઉત્પાદકો અને અર્બુદા સેનાના આગેવાનો કાર્યકરોએ આ હુમલાના વિરોધમાં સિંધવાઇ માતાના મંદિર ખાતે જાહેર સભા કરી હતી. વિપુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલી સભામાં મોગજીભાઇ ચૌધરી ઉપર થયેલા હુમલાને વખોડી કાઢવામાં આવ્યો હતો. વિવિધ બેનરો અને પ્લેકાર્ડ સાથે દૂધ ઉત્પાદકો અને અર્બુદા સેનાના આગેવાનો કાર્યકરો સુત્રોચ્ચાર કર્યા હતા.