ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણની સરકારી માધ્યમિક શાળાઓના 28 શિક્ષણ સહાયકોને નિમણુંક પત્રો એનાયત કરાયા - Education news

પાટણની આનંદ પ્રકાશ માધ્યમિક શાળા ખાતે જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓના કુલ 28 શિક્ષણ સહાયકોને પ્રાથમિક શિક્ષણ વિભાગના નાયબ નિયામક એમ.કે.રાવલના હસ્તે નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

પાટણ
પાટણ

By

Published : Jan 8, 2021, 2:24 PM IST

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ હસ્તકની નિયામક શાળાઓની કચેરી અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે શિક્ષણ સહાયકોની ભરતીના નિમણૂંક પત્ર એનાયત કાર્યક્રમ યોજાયો.

પાટણ

જિલ્લાના 28 શિક્ષણ સહાયકોને નિમણુંક પાત્રો એનાયત કરાયા
● નાયબ નિયામકના હસ્તે નિમણુંક પત્રો એનાયત કરાયા
● આનંદ પ્રકાશ શાળા ખાતે યોજાયો કાર્યક્રમ
પાટણ : શહેરની આનંદ પ્રકાશ માધ્યમિક શાળા ખાતે જિલ્લાની સરકારી માધ્યમિક શાળાઓના કુલ ૨૮ શિક્ષણ સહાયકોને પ્રાથમિક શિક્ષણ વિભાગના નાયબ નિયામક એમ.કે.રાવલના હસ્તે નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતાં.આ પ્રસંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી ભાવનગર ખાતેથી શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નવનિયુક્ત શિક્ષણ સહાયકોને શુભેચ્છા પાઠવવાની સાથે ગુજરાતનું શિક્ષણ ગુણવત્તાયુક્ત બને તે દિશામાં સતત કાર્યરત રહેવા પ્રેરણા આપી હતી.

પાટણ

સરકારી શાળાઓને વધુ સુદ્રઢ બનાવવા શિક્ષણ પ્રધાને કર્યો અનુરોધ
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આવનારા દિવસોમાં સરકારી શાળાઓને વધુ સુદ્રઢ બનાવી શિક્ષણ ક્ષેત્રે અગ્રીમ હરોળમાં લાવવા શિક્ષણ સહાયકોને આવાહ્ન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details