- અરજદારોને અડધો કલાકમાં મળી રહ્યા છે મરણ પ્રમાણપત્ર
- પાલિકા દ્વારા ગત વર્ષે 1,429 મરણ દાખલા આપવામાં આવ્યા
- ચાલુ વર્ષે 2021માં જાન્યુઆરીથી મે મહિના સુધીમાં 1,240 દાખલા આપ્યા
પાટણ: રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારજનોને સરળતાથી મરણના દાખલા મળી રહે તે માટે ઓનલાઇન પોર્ટલની વ્યવસ્થા કરી છે. જેમાં પ્રમાણપત્ર મેળવવા આ પોર્ટલ પરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને અરજદારો ઘરબેઠા મરણ પ્રમાણપત્ર મેળવી શકે છે. ગુજરાતને ડિજિટલ બનાવવા માગતી સરકારે કરેલી આ વ્યવસ્થા મુજબ પાટણ નગરપાલિકામાંથી છેલ્લા 17 મહિનામાં જે તે પરિવારજનોએ પોતાના સ્વજનોના 2,669 મરણ દાખલાઓ મેળવ્યા છે.
પોઝિટિવ દર્દીઓની સાથે મૃત્યુઆંક પણ વધ્યો
પાટણમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોના હાહાકાર મચાવતા પોઝિટિવ દર્દીઓની સાથે મૃત્યુઆંક પણ વધ્યો છે. બીજી તરફ લોકડાઉનને કારણે મરણ દાખલા મેળવવા નગરપાલિકા સુધી જઈ નહીં શકતા મૃતકોના પરિવારજનોને મરણ પ્રમાણપત્રો સરકાર દ્વારા ઓનલાઇન મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અરજદાર પોર્ટલ પર ઓનલાઈન નોંધ કરાવીને તેના OTP નંબરના આધારે પ્રમાણપત્ર ડાઉનલોડ કરી મરણ પ્રમાણપત્ર મેળવી શકે છે.
આ પણ વાંચો:જામનગર મનપા કચેરીમાંથી ચાલુ વર્ષમાં જન્મના 4723 અને મરણના 7149 દાખલા નીકળ્યા