પાટણસમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરોનો પ્રશ્ન તાકીદે હલ કરવા ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) દ્વારા સરકારને તાકીદ કરી છે. જ્યારે બીજી બાજુ હાઇકોર્ટના આ આદેશની પાટણ જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકાના સત્તાધિશો પર કોઈ અસર ન હોય તેમ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓનો (died after being hit stray animal in Patan) પ્રશ્ન પેચીદો બન્યો છે.
આ પણ વાંચોઃકલેકટર ધારપુર સિવિલ હોસ્પિટલની મુલાકાતે, કોરોનાની નવી લહેરના ભય વચ્ચે તૈયારીઓ ચકાસી
તંત્રનું મૌનઃશહેર સહિત જિલ્લામાં અવારનવાર રખડતા ઢોર વાહન ચાલકો અને રાહદારીઓને અડફેટે લઈ (menace of stray cattle in Patan) ઇજાગ્રસ્ત કરે છે તો કેટલાક બનાવોમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા વ્યક્તિઓના મોત (stray cattle problem in patan) પણ થયા છે. તાજેતરમાં જ અઘાર ગામે રખડતા પશુઓએ બે મહિલાઓને હડફેટે લેતા તેમના મોત થયા હતા. છતાં જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોને પાંજરે પુરવા કોઈ જ પગલા નહીં ભરાતા આજે વધુ એક યુવાન રખડતા ઢોરોની અડફેટે ચડતા જીવ ગુમાવ્યો છે.
રખડતા પશુએ અડફેટે રૂની ગામ નજીકથી પસાર થઈ રહેલ બાઈક ચાલકને રસ્તે(hit by a stray animal in Patan) રખડતા પશુએ અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલ બાઈક ચાલકને સારવાર અર્થે અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં 16 દિવસ બાદ તેનું સારવાર દરમિયાન મોત (died after being hit stray animal in Patan) નીપજતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ છે.