પાટણ: શહેર અને જિલ્લામાં રવિવારના વિરામ બાદ સોમવારે પાટણના પિંડારિયા વાડામાં 52 વર્ષીય પુરુષનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા પોઝિટિવ દર્દીઓની સંખ્યા 79 અને પાટણ શહેરની 19 થઈ છે.
પાટણમાં વધુ એક કોરોનાનો કેસ પોઝિટિવ જ્યારે પાટણની હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા ભદ્રાડા ગામના 80 વર્ષીય વૃદ્ધે કોરોનાને માત આપતા તેઓને રજા આપવામાં આવી હતી.
પાટણના પિંડારિયા વાડામાં રહેતા 52 વર્ષના પુરુષને છેલ્લા બે દિવસથી તાવ સાથે શરદીના લક્ષણો જણાતા કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જે સોમવારે સાંજે કોરોના પોઝિટિવ આવતા સારવાર અર્થે તેઓને ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પાટણમાં વધુ એક કોરોનાનો કેસ પોઝિટિવ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પિંડારિયા વિસ્તારમાં સેનેટરાઈઝ દવાનો છંટકાવ કરી સમગ્ર વિસ્તારને સીલ કર્યો હતો અને કોરોના ગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવેલા તમામને શોધી ક્વોરેન્ટેન કરવા તજવીજ હાથ ધરાઈ હતી.
પાટણમાં વધુ એક કોરોનાનો કેસ પોઝિટિવ તો બીજી તરફ પાટણની જનતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભદ્રાડા ગામના વૃદ્ધ સ્વસ્થ બનતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.