પાટણઃ જિલ્લામા નોંધાયેલ કેસોની વાત કરવામાં આવે તો પાટણ શહેરના રાજમહેલ રોડ પર આવેલ દેવપુરી નગર સોસાયટી, ગાયત્રી મંદીર રોડ નજીક મહાવીર નગર સોસાયટી, ઘીંવટા વિસ્તારમાં મંછા કડિયાની ખડકિ, શાંતિ નિકેતન સ્કુલ રોડ પર આવેલ શૈલજા બંગ્લોઝ, યોગેશ્વર પાર્ક, મોટીસરા, વનાગવાડા, સાંઈબાબા નગર અને રાજરાજેસ્વરી સોસાયટીઓમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. પાટણમાં મંગળવારે 10 નવા કેસ નોંધાતા શહેરમાં પોઝિટિવ આંક 232 થયો છે.
પાટણ જિલ્લામાં વધુ 20 કોરોનાના કેસ નોંધાયા - સિદ્ધપુર શહેર
પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોના વધુને વધુ બેકાબુ બની લોકોને પોતાની ઝપટમાં લઈ રહ્યો છે, ત્યારે મંગળવારે વધુ 20 કેસ પ્રકાશમાં આવતા જિલ્લાનો કુલ આંક 478 થયો છે. જ્યારે શહેરનો આંક 232 થયો છે.
પાટણ જિલ્લામાં વધુ 20 કોરોનાના કેસ નોંધાયા
આ ઉપરાંત સિદ્ધપુર શહેરના મહમદિપૂરા, ટેકરાવાસમા અને ચકલાવાસમા એક-એક કેસ નોંધાયો છે. જ્યારે સિદ્ધપુર તાલુકાના તાવડીયા ગામે ઉમિયા નગરમાં અને નેદ્રા ગામના રાજપૂતવાસમાં મળી સિદ્ધપુર શહેરમાં બે અને તાલુકામાં બે મળી ચાર કેસ નોંધાયા છે. ચાણસ્મા શહેરમાં ઉમિયા નગરમાં 2, રાધનપુર શહેરમાં નર્મદા કોલોની અને ઘાસિયાવાસમા 2 કેશ, સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે 1 અને પાટણ તાલુકાના માંડોત્રી ગામે એક-એક કેસ નોંધાતા જિલ્લામાં મંગળવારે કુલ 20 નવા કેસ નોંધાયા છે.