ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan University: વાર્ષિક પરીક્ષા ત્રણ તબક્કામાં લેવાશે, તૈયારીઓને આખરી ઓપ - annual examination of Patan HNG University

પાટણમાં આવેલી એચ એન જી યુનિવર્સિટીની વાર્ષિક પરીક્ષા ત્રણ તબક્કામાં લેવાશે. જેમાં કુલ 109 પરીક્ષાઓમાં ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.પરીક્ષાઓ યુનિવર્સિટી દ્વારા ત્રણ તબક્કામાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. 21 માર્ચથી પ્રથમ તબક્કો 31 માર્ચથી બીજો તબક્કો અને 20 એપ્રિલથી ત્રીજો તબક્કો એમ ત્રણ તબક્કામાં 109 પરીક્ષાઓનું આયોજન યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

પાટણ એચ એન જી યુનિવર્સિટી ની વાર્ષિક પરીક્ષા ત્રણ તબક્કામાં લેવાશે
પાટણ એચ એન જી યુનિવર્સિટી ની વાર્ષિક પરીક્ષા ત્રણ તબક્કામાં લેવાશે

By

Published : Mar 4, 2023, 2:27 PM IST

Patan University: વાર્ષિક પરીક્ષા ત્રણ તબક્કામાં લેવાશે, તૈયારીઓને આખરી ઓપ

પાટણ:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 500 થી વધુ કોલેજોની સ્નાતક અનુસ્નાતક યુ જી ની વાર્ષિક પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવશે. કુલ 109 પરીક્ષાઓમાં ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાને લઈને યુનિવર્સિટી પરીક્ષા વિભાગ દ્વારા ચોકસાઈ પૂર્વકની કામગીરી શરૂ કરવામાં આવી છે.

109 પરીક્ષાઓ લેવાશે:પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ, બનાસકાંઠા, મહેસાણા ,સાબરકાંઠા ,અરવલ્લી જિલ્લામાં પથરાયેલી છે. પાંચ જિલ્લાની 500 થી વધુ કોલેજો યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવે છે. વિવિધ કોલેજોમાં અલગ અલગ ફેકલ્ટીઓમાં લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે ચાલુ વર્ષે માર્ચ જુનની વાર્ષિક પરીક્ષાઓ 21 માર્ચથી શરૂ થવાની છે. જે પરીક્ષાઓ યુનિવર્સિટી દ્વારા ત્રણ તબક્કામાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. 21 માર્ચથી પ્રથમ તબક્કો 31 માર્ચથી બીજો તબક્કો અને 20 એપ્રિલથી ત્રીજો તબક્કો એમ ત્રણ તબક્કામાં 109 પરીક્ષાઓનું આયોજન યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો Patan News : પાટણમાં વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે બે ઝોનમાં

ઝડપી પરીક્ષાઓ પૂર્ણ થશે:દર વર્ષે યુનિવર્સિટી દ્વારા બે સેશનમાં પરીક્ષા લેવામાં આવતી હતી. જેમાં પરિણામો લેટ થવાને કારણે વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલીઓ ઊભી થતી હતી. તેથી યુનિવર્સિટીના રજીસ્ટર અને કુલપતિના માર્ગદર્શન દ્વારા ચાલુ વર્ષે નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને પ્રવેશમાં મુશ્કેલીઓ ઉભી ન થાય તે માટે ત્રણ સેશનમાં પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. સવારે 8:30 કલાકથી 11 વાગ્યા સુધી પ્રથમ સેશન 12 કલાકથી 2:30 સુધી બીજું સેશન અને બપોરે 3:30 થી 5 વાગ્યા સુધી ત્રીજા સેશનમાં પરીક્ષાઓ લેવામાં આવશે--પરીક્ષા નિયામક મિતુલ દેલીયા

આ પણ વાંચો Patan Accident News : પંચાસરમાં રખડતા પશુની અડફેટે બાઈકચાલક યુવાનનું મોત

3લાખ વિધાર્થીઓ આપશે પરીક્ષા:21 માર્ચથી સ્નાતક સેમેસ્ટર 6 અને અનુસ્નાતક સેમેસ્ટર 4ની કુલ 48 પરીક્ષાઓ લેવામાં આવશે. ત્યારબાદ 31 માર્ચથી સેમિસ્ટર 4ની કુલ 18 પરીક્ષાઓ લેવામાં આવશે. ત્યારબાદ અંતિમ તબક્કામાં 20 એપ્રિલથી પરીક્ષા શરૂ થશે. જેમાં સ્નાતક સેમિસ્ટર 2 અને અનુસ્નાતક સેમેસ્ટર 2ની કુલ 43 પરીક્ષાઓ યોજાશે. આ ત્રણ તબક્કામાં 3 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ABOUT THE AUTHOR

...view details