- પાટણમાં પિચકારીના વેપારીઓમાં ચિંતાના વાદળો ઘેરાયા
- હોળી-ધુળેટી પર્વને લાગ્યું કોરોનાનું ગ્રહણ
- સરકારે હોળી-ધુળેટી પર્વ પર લગાવી પાબંધી
પાટણઃ સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સભા રેલીઓ અને ચૂંટણી જીતના વિજય સરઘસમાં તેમજ ક્રિકેટ મેચ રમાઈ તેમાં ભારે ભીડ ભેગી થઈ હતી. જેને લઇને કોરોના કેસમાં રોકેટ ગતિએ વધારો થતાં સરકારે એક પછી એક અંકુશ લાદીને સંક્રમણને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો છે, ત્યારે આગામી સમયમાં આવનાર હોળી-ધૂળેટીના પર્વની ઉજવણી પર સરકારે પ્રતિબંધ લાદતા પિચકારી અને રંગના વેપારીઓની હાલત કફોડી બની છે. સતત બીજા વર્ષે હોળી ધૂળેટી પર્વ પર પ્રતિબંધ મુકતા ગત વર્ષે નુકસાની ભોગવી ચૂકેલા વેપારીઓને બીજા વર્ષે પણ મોટો આર્થિક ફટકો પડશે.