ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો, 5 આરોપીઓની ધરપકડ - robbery

પાટણઃ શહેરમાં અઠવાડિયા અગાઉ રેલવે નાળા પાસે આંગડિયા લૂંટની બનેલી ઘટના બાદ ગુનાની તપાસ કરતી LCBએ ગણતરીના દિવસોમાં લૂંટનો ભેદ ઉકેલી આ ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સ્પોટ ફોટો

By

Published : Aug 22, 2019, 4:35 AM IST

પાટણમાં મુખ્ય બઝારમાં વસંત અંબાલાલ નામની આંગડિયા પેઢીના બે કર્મચારીઓ થેલીમાં હીરા અને રોકડ લઈ ગત તારીખ 13મી ઓગષ્ટના રોજ એક્ટિવા પર નવા બસ સ્ટેશન તરફ રેલવે ગરનાળાનીચેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એક બાઇક ઉપર બે અજાણ્યા ઈસમોએ એકટીવા ચાલક પર મરચાની ભૂકી નાખી પિસ્તોલની અણીએ 6.64 લાખના મુદ્દામાલની લૂંટ કરી પલાયન થઈ ગયા હતા.

પાટણમાં આંગડિયા લૂંટનો ભેદ ઉકેલાયો

ઘટનાને પગલે પાટણ પોલીસે અલગ-અલગ ટિમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ ગુનાની તપાસ કરતી પાટણ LCB પોલીસે અલગ-અલગ વિસ્તારો અને હાઇવે માર્ગો પર તપાસ કરી બાતમી આધારે આ ગુનામા સંડોવાયેલા પાંચ આરોપીઓને ઝડપી લઈ તેમની પાસેથી 2.21,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગુનામાં 14 આરોપીઓ સામેલ છે. બાકીના આરોપીઓ અને અન્ય મુદ્દામાલ કબ્જે કરવા પોલીસે અલગ અલગ ટિમો બનાવી તપાસનો દોર શરૂ કર્યો છે.

પાટણ LCB પોલીસે શહેરમાં પ્રવેશ અને બહારના તેમજ જિલ્લા બહારના CCTV ફૂટેજના આધારે લૂંટ કરનાર આરોપીઓને ઝડપી લીધા છે. આંગડિયા પેઢી કર્મચારીઓને લૂંટનાર આરોપીઓ અગાઉ મહેસાણા વોટર પાર્ક પાસે એસ. ટી.બસમાં આંગડિયાની લૂંટમા સંડોવાયેલ છે.

ABOUT THE AUTHOR

...view details