પાટણ: શહેરના મલ્હાર બંગલોઝમાં રહેતાં સ્નેહલભાઈ પટેલની દીકરી જેની ધોરણ 12માં અભ્યાસ કરે છે. જેને પિતાએ લોકડાઉન દરમિયાન રચનાત્મક પ્રવૃત્તિ થકી ક્રિયાશીલ બનવાની પ્રેરણા આપી હતી. આ સાથે સાથે તેઓએ રામાયણ સીરીયલ પણ કુટુંબ સાથે જોવાનો આગ્રહ રાખતાં જેનીએ તેના પરથી પ્રેરણા લઈ વોટર કલરથી રામાયણના 30 ચિત્રો બનાવ્યા છે. જેમાં પિતાની મદદ લીધી હતી તેના પિતાને પણ ચિત્રકામનો શોખ હોવાથી તેમની મદદ લીધી હતી.
પાટણમાં રામાયણના ચિત્રોનું પ્રદર્શન યોજાયું - patan news
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું ખાતમુહૂર્ત કર્યા બાદ દેશભરમાં માહોલ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે લોકો પણ રામમય બની વિવિધ કાર્યક્રમો યોજી રહ્યા છે, ત્યારે પાટણમાં ધોરણ-12માં અભ્યાસ કરતી દીકરી જેનીએ લોકડાઉનનો સદઉપયોગ કરી રામાયણ સિરીયલ પરથી પ્રેરણા લઈ 30 જેટલા ચિત્ર દોરી તેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
રામાયણના ચિત્રોનું પ્રદર્શન યોજાયું
ખાસ કરીને કોરોના મહામારીએ સૌને ઘરમાં રહેવા મજબૂર કર્યા છે, ત્યારે અભ્યાસુ વિદ્યાર્થીઓએ આ સમયનો સદઉપયોગ કરી પોતાના અંદર છુપાયેલી શક્તિઓને ખીલવવાની પ્રેરણા જેની એ આપી છે જેને શિક્ષક વિદ પણ વધાવી રહ્યા છે.