- ચાણસ્મા નગરપાલિકાનો કરાર આધારિત કર્મચારી લાંચ લેતા ઝડપાયો
- પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય ચૂકવવા માટે માંગી હતી લાંચની રકમ
- પાટણ ACBએ ચાણસ્મા કચેરીમાંથી જ રંગેહાથ ઝડપ્યો
પાટણઃ જિલ્લાના ચાણસ્મા નગરપાલિકામાં કરાર આધારિત સમાજ સંગઠક તરીકે ફરજ બજાવતા મહેશ વશરામ દેસાઈએ ફરિયાદીની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન સહાય મંજૂર થઈ હતી, જે સહાયના હપ્તા રિલીઝ કરવા માટે રૂપિયા પાંચ હજારની માગણી કરી હતી. પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતો ન હોય તેમણે પાટણ એસીબીનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી.