ગુજરાત

gujarat

ETV Bharat / state

રાધનપુર કોંગ્રેસના ધારાસભ્યની ધમકી આપતી ઓડિયો ક્લિપે ચર્ચા જગાવી - Raghu Desai

રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ નો જમીન લે વેચ ની ઉઘરાણી બાબતે ધમકી આપતો ઓડિયો ક્લિપ વાઇરલ થતાં પાટણ જીલ્લા નું રાજકારણ ગરમાયુ છેજોકે રઘુ દેસાઈ એ આ ઓડિયો ક્લિપ પોતાને બદનામ કરવાનું એક ષડયંત્ર હોવાનું જણાવ્યું હતું

yyy
રાધનપુર કોંગ્રેસના ધારાસભ્યની ધમકી આપતી ઓડિયો ક્લિપે ચર્ચા જગાવી

By

Published : May 31, 2021, 10:28 AM IST

  • રાધનપૂરના ધારાસભ્યની એક વિવાદિત ઓડિયો ક્લિપ વાયરલ
  • જમીન લે-વેચના મામલે ધારાસભ્ય આપી રહ્યા છે ધમકી
  • ઓડિયો ક્લિપ બાબતે ધારસભ્યએ આપી સ્પષ્ટતા

પાટણ: જિલ્લાના રાધનપુરના કોંગ્રેસ ધારાસભ્ય રઘુ દેસાઈની એક ઓડિયો ક્લિપ વિવિધ સોશ્યલ મીડિયાના ગૃપોમા ફરતી થઇ છે. કથિત આ ક્લિપમાં ધારાસભ્ય જમીન લે વેચ મામલે કોઈની પાસે પૈસાની ઉઘરાણી કરતાં સંભળાય છે જેમાં તેઓ પૈસા ન હોય તો વ્યાજ ચૂકવવું પડશે અને જો વ્યાજ નહીં ચૂકવે તો લાંબો કરી દઈશ તેમજ અપશબ્દો બોલતા પણ સંભળાય છે.

આ પણ વાંચો : ઓડિયો ક્લિપ વાઇરલ મુદ્દોઃ ધારાસભ્ય અરવિંદ રૈયાણી કહ્યું- હું પોલીસ ફરિયાદ કરીશ

ધારાસભ્યએ આપી સ્પષ્ટતા

આ કથિત ક્લિપ મામલે ધારાસભ્ય રઘુ દેસાઈ એ સ્પષ્ટતા કરી જણાવ્યું છે કે આ ઓડિયો ક્લિપમાં અવાજ મારો નથી.કોઈએ મને બદનામ કરવા ષડયંત્ર રચ્યું છે. મારા દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓને લાંછન લગાડવા માટે મને બદનામ કરવા ઓડિયો ક્લિપમાં ડબિંગ અવાજ કરી આ ક્લિપ ફરતી કરવામાં આવી છે. આ મામલે હું જાતે તપાસ માંગવાનો છું.

આ પણ વાંચો : ઇન્દ્રનીલ રાજ્યગુરૂનો ઓડિયો વાયરલ: રાજકોટ કોંગ્રેસના હિત માટે તમારે વિપક્ષનું પદ ન લેવું જોઈએ

ABOUT THE AUTHOR

...view details