ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ નગરપાલિકાના પ્રમુખને હોદ્દો ગ્રહણ કરતાની સાથે જ કોંગ્રેસે સમસ્યાઓ અંગેનું આવેદનપત્ર આપ્યું - Patan Municipality news

પાટણ નગરપાલિકામાં મંગળવારે ભાજપે સત્તાના સૂત્રો સંભાળી પ્રથમ અઢી વર્ષ માટે મહિલા પ્રમુખ સ્મિતા પટેલે પદભાર સંભાળતાની સાથે જ કોંગ્રેસના નગરસેવકે વિવિધ ત્રણ સમસ્યાઓના ઉકેલ માટે આવેદનપત્ર આપીને તેના નિરાકરણ માટે રજૂઆત કરી હતી.

Patan
Patan

By

Published : Mar 17, 2021, 5:35 PM IST

  • નગરપાલિકા પ્રમુખે હોદ્દો સંભાળતા જ આવેદનપત્રોનો સિલસિલો શરૂ
  • કોંગ્રેસના નગરસેવકે ત્રણ સમસ્યાઓના મુદ્દે આપ્યું આવેદનપત્ર
  • નગરપાલિકાની માલિકીના શેલ્ટર હોમનું દૂષિત પાણી રોડ ઉપર રેલાય છે

પાટણ: નગરપાલિકાના નગરસેવક ભરત ભાટીયાએ આપેલા આવેદનપત્રમાં વૉર્ડ નંબર 7માં સુભાષ ચોકથી જળચોક તરફ જવાના રસ્તા ઉપર ઘણા સમયથી ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી ગયું છે. જેના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડે છે. જેથી તાકીદે આ ઢાંકણું રિપેર કરવામાં આવે તેમજ વૉર્ડ નંબર 3માં છીન્ડિયા દરવાજા પર પંપીંગ સ્ટેશનની સામેના ભાગે નવીન મુતરડી બનાવવામાં આવી છે, જે રોડ ઉપર હોવાથી આ માર્ગ પરથી પસાર થતી મહિલાઓ શરમ અનુભવે છે. આથી મુતરડીની બંને બાજુએ છ ફૂટની દીવાલ બનાવવામાં આવે તેવી માગ કરી હતી.

છેલ્લા કેટલાક સમયથી આ સમસ્યા ઉભી થતાં વેપારીઓ અને રાહદારીઓ મૂકાયા મુશ્કેલીમાં

આ ઉપરાંત નગરપાલિકાની માલિકિના આશ્રયસ્થાનના બાથરૂમ અને શૌચાલયના દુષિત પાણી છેલ્લા કેટલાક સમયથી રોડ ઉપર આવે છે. આ દુષિત પાણીથી વેપારીઓ અને ખરીદી માટે આવતા લોકો હેરાન થાય છે. આ સમસ્યાના નિકાલ માટે ભૂગર્ભ ગટરલાઈનમાં રહેલી ખામી દૂર કરીને રિપેર કરવામાં આવે અથવા નવીન લાઇન નાખવામાં આવે તેવી માગ કરી હતી.

આ પણ વાંચો :છોટા ઉદેપુર નગરપાલિકાના પ્રમુખ સામે 28માંથી 25 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરી

ABOUT THE AUTHOR

...view details