ગુજરાત

gujarat

ETV Bharat / state

સિદ્ધપુરમાં કાત્યોકના મેળાની અસમંજસ વચ્ચે સરસ્વતી નદીના તટમાં તર્પણ વિધિ માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા - ખાણીપીણી અને વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલો

દેવોનું મોસાળ એવા સિદ્ધપુરમાં પરંપરાગત રીતે કાત્યોકનો મેળો (Katyok fair) યોજાય છે, પરંતુ આ વર્ષે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને (Possible third wave of the corona) ધ્યાનમાં રાખી તંત્રએ મેળા અંગે કોઈ જાહેરનામું (Declaration) હજી સુધી પ્રસિદ્ધ નથી કર્યું. એટલે લોકો અસમંજસમાં મૂકાયા છે. બીજી તરફ આ તમામની વચ્ચે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સિદ્ધપુરની સરસ્વતી નદીના (Saraswati River of Siddhpur) તટમાં તર્પણ વિધિ માટે આવી રહ્યા છે અને શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું તર્પણ કરી રહ્યા છે.

સિદ્ધપુરમાં કાત્યોકના મેળાની અસમંજસ વચ્ચે સરસ્વતી નદીના તટમાં તર્પણ વિધિ માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
સિદ્ધપુરમાં કાત્યોકના મેળાની અસમંજસ વચ્ચે સરસ્વતી નદીના તટમાં તર્પણ વિધિ માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા

By

Published : Nov 15, 2021, 12:38 PM IST

  • સિદ્ધપુર સરસ્વતી નદી (Saraswati River of Siddhpur) પટમાં તર્પણ માટે લોકોનો ભારે ધસારો
  • નદીના પટમાં લોકો શ્રદ્ધાપૂર્વક કરાવી રહ્યા છે તર્પણ વિધિ
  • મેળા અંગે વહીવટી તંત્રએ હજી સુધી કોઈ જાહેરનામું (Declaration) પ્રસિદ્ધ કર્યું નથી

પાટણઃ સિદ્ધપુરમાં પરંપરાગત રીતે કાત્યોકનો મેળો (Katyok fair) યોજાતો હોય છે, પરંતુ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને (Possible third wave of the corona) ધ્યાનમાં રાખી તંત્રએ મેળા અંગે કોઈ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું નથી. તેવામાં લોકો પણ અસમંજસમાં મુકાયા છે. આ તમામની વચ્ચે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સિદ્ધપુરની સરસ્વતી નદીના (Saraswati River of Siddhpur) તટમાં તર્પણ વિધિ માટે આવી રહ્યા છે. શ્રદ્ધાળુઓ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું તર્પણ કરી રહ્યા છે.

મેળા અંગે વહીવટી તંત્રએ હજી સુધી કોઈ જાહેરનામું (Declaration) પ્રસિદ્ધ કર્યું નથી

આ પણ વાંચો-તાપી જિલ્લાના વ્યારા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પ્રાદેશિક મેળો 2021 નો શુભારંભ

કારતક સુદ પાંચમથી પૂનમ સુધી તર્પણ વિધિ કરવાનું અનેરું મહત્ત્વ

સિદ્ધપુર સરસ્વતી નદી (Saraswati River of Siddhpur) તટમાં વર્ષોની પરંપરા મુજબ કાર્તિક પૂર્ણિમાના (Kartik Purnima) મેળાની શરૂઆત થાય છે, જેમાં મોટી સંખ્યામાં યાત્રિકો આવે છે અને મેળાની રંગત માણે છે, પરંતુ ચાલુ વર્ષે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને (Possible third wave of the corona) ધ્યાનમાં રાખીને હજી સુધી વહીવટી તંત્ર દ્વારા મેળો યોજાશે કે નહીં. તે બાબતે કોઈ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું નથી, જેને લઇને લોકો વિમાસણમાં મૂકાયા છે. સિદ્ધપુરમાં કારતક સુદ પાંચમથી પૂનમ (Kartak Sud Pancham to Poonam) સુધી સરસ્વતી નદી કાંઠે તર્પણ વિધિ કરવાનું અનેરૂ મહત્ત્વ હોવાથી હાલમાં સિદ્ધપુર ખાતે ગુજરાતભરમાંથી લોકો પોતાના સ્વજનોની તર્પણ વિધિ કરવા માટે સિદ્ધપુર આવી રહ્યા છે અને શ્રદ્ધાપૂર્વક પોતાના કુળ ગોળ પાસે પિતૃઓની તર્પણ વિધિ કરાવી રહ્યા છે.

આ પણ વાંચો-સતત બીજા વર્ષે કોરોના સંક્રમણના કારણે સોમનાથમાં આયોજિત કાર્તિકી પૂનમનો મેળો રદ્દ

નદીના પટમાં મનોરંજનના સાધનો અને ખાણીપીણીના સ્ટોલ કાર્યરત્

ચાલુ વર્ષે મેળા અંગે તો કોઈ જાહેરનામું (Declaration) પ્રસિદ્ધ કરાયું નથી. તેમ છતાં નદીના પટમાં મનોરંજનના સાધનો (Recreational equipment), ખાણીપીણી અને વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલો (Food and beverage stalls) કાર્યરત્ થયા છે. સાથે જ ઠેરઠેર શેરડીના ઢગ ખડકાયેલા જોવા મળે છે અને અહીં આવતા લોકો શેરડીની ખરીદી કરતા જોવા મળે છે. આમ, સિદ્ધપુર સરસ્વતી નદીના (Saraswati River of Siddhpur) પટમાં મેળા જેવો માહોલ જામ્યો છે.

ABOUT THE AUTHOR

...view details