ભણતરની સાથે ગણતર, બી.એમ શાળામાં જલ હૈ તો કલ હૈ વિષય પર પ્રદર્શન યોજાયું
પાટણ: જિલ્લામાં વિધાર્થીઓ પાયાના શિક્ષણની સાથે પાણીનું મૂલ્ય સમજી શકે તે માટે બી.એમ.પ્રાથમિક શાળા ખાતે 'જલ હૈ તો કલ હૈ' વિષય પર પોસ્ટર પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શન દ્રારા આપણા જીવનમાં પાણી કેટલુ મહત્વ ધરાવે છે. તે વિશે લોકોને સમજુતી કેળવે છે અને પાણી બચાવવા જાગૃત કરે છે.
patan
આવનારા સમયમાં પાણીની વિકટ સમસ્યાને નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરી જળ સંચય અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં પાણીના સ્તર ઊંચા લાવવા માટે તળાવો નાળા ઊંડા કરી પાણી સંગ્રહની કામગીરી હાથ ધરી છે.