ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં શનિવાર બપોર બાદ તમામ બજારો ફરી ધમધમતા થયા

પાટણ નગરપાલિકા દ્વારા દસ દિવસથી અમલી બપોરે 2:00 વાગ્યા પછી અર્ધ લોક ડાઉન શનિવારથી સમાપ્ત કરી દેવામાં આવ્યું છે. જેથી શહેરના તમામ બજારો સરકારની ગાઇડ લાઇન અને નિયમો પ્રમાણે સવારથી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લા રહે છે. જેને લઇ શનિવારથી પાટણના બજારોમાં સવારથી જ લોકોની મોટી ચહલ પહલ જોવા મળી હતી.

પાટણમાં શનિવાર બપોર બાદ તમામ બજારો ફરી ધમધમતા થયા
પાટણમાં શનિવાર બપોર બાદ તમામ બજારો ફરી ધમધમતા થયા

By

Published : Aug 1, 2020, 5:34 PM IST

પાટણઃ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે નગરપાલિકા તંત્રએ ગત તારીખ 22મી જુલાઈથી 31મી જુલાઈ સુધી 10 દિવસ માટે બપોરે બે વાગ્યા પછી તમામ બજારો સંપૂર્ણ બંધ રાખવાની અપીલ કરી હતી. તેને શહેરના તમામ વેપારીઓ અને બજારોએ સંપૂર્ણ ટેકો આપીને બજારો બંધ રાખીને હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. ત્યારે નગરપાલિકાએ અર્ધ લોકડાઉનને આગળ ધપાવવાનું માંડી વાળી તમામ બજારો સરકારના નિયમ મુજબ ખુલ્લા રાખવાનો નિર્ણય લીધો છે. જેથી શનિવારે સવારથી જ પાટણના બજારોમાં લોકોની ભારે ચહલપહલ જોવા મળી હતી. પાટણના બજારો પણ સરકારની ગાઈડલાઈન મુજબ સવારે 8થી રાત્રિના 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

પાટણમાં શનિવાર બપોર બાદ તમામ બજારો ફરી ધમધમતા થયા

પાટણ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, પાટણના બજારો રાબેતા મુજબ ખુલ્લા છે, ત્યારે તમામ વેપારીઓએ સરકારની ગાઇડલાઇન અને નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે નગરપાલિકા દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તમામ બજારોમાં સતત મોનીટરીંગ કરવામાં આવશે અને જે દુકાન લારી પાન પાર્લર અને હોટલોમાં નિયમોનું પાલન થતું નહી હોય તેવી મિલ્કતોને નગરપાલિકા સીલ કરશે.

પાટણમાં શનિવાર બપોર બાદ તમામ બજારો ફરી ધમધમતા થયા

ABOUT THE AUTHOR

...view details