ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લાના તમામ જનસેવા અને ઈ-ધરા કેન્દ્ર 30 એપ્રિલ સુધી રહેશે બંધ - E-Dhara Center closed

પાટણ શહેર સહિત જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને લઇને પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેથી જિલ્લાના તમામ જનસેવા અને ઈ-ધરા કેન્દ્ર 30 એપ્રિલ સુધી બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.

પાટણ જિલ્લાના તમામ જનસેવા અને ઈ-ધરા કેન્દ્ર 30 એપ્રિલ સુધી બંધ
પાટણ જિલ્લાના તમામ જનસેવા અને ઈ-ધરા કેન્દ્ર 30 એપ્રિલ સુધી બંધ

By

Published : Apr 13, 2021, 3:53 PM IST

Updated : Apr 13, 2021, 6:59 PM IST

  • પાટણ જિલ્લામાં કોવિડ-19ની મહામારીને લીધે દર્દીઓમાં વધારો
  • પાટણ વહીવટી તંત્ર દ્વારા જનહિત માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે
  • જનસેવા કેન્દ્રો અને ઈ-ધરા કેન્દ્ર બંધ કરવા કરાયો નિર્ણય

પાટણઃ સમગ્ર રાજ્ય સહિત પાટણ જિલ્લામાં પણ કોવિડ-19ની મહામારીને લીધે દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. જેને અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા જનહિત માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ પાટણ જિલ્લાના તમામ તાલુકાના જનસેવા કેન્દ્ર અને ઈ-ધરા કેન્દ્ર તારીખ 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો વહીવટી તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. પાટણ જિલ્લાના તમામ જનસેવા કેન્દ્રો અને ઈ-ધરા કેન્દ્ર બંધ કરવામાં આવ્યા છે. જેની નોંધ લેવા જિલ્લાના તમામ નાગરિકોને નિવાસી અધિક કલેક્ટર દ્વારા યાદી જાહેર કરી જણાવવામાં આવ્યું છે.

પાટણ જિલ્લાના તમામ જનસેવા અને ઈ-ધરા કેન્દ્ર 30 એપ્રિલ સુધી બંધ

બોટાદ માર્કેટિંગ યાર્ડ દ્વારા 14 એપ્રિલથી 18 એપ્રિલ સુધી શાકભાજી સિવાયની તમામ હરાજીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધતા જતા કોરોનાના સંક્રમણને રોકવા માટે યાર્ડ દ્વારા નિણર્ય લેવાયો હતો. આ અગાઉ, 11 એપ્રિલથી 30 એપ્રિલ સુધી સાળંગપુર BAPS સ્વામિનારાયણ મંદિર અને તેના નીચે આવતા તમામ મંદિર બંધ રાખવાનો નિણર્ય લેવામાં આવ્યો છે.

વલસાડ જિલ્લામાં દિન-પ્રતિદિન વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે વલસાડ જિલ્લા કલેક્ટર આર. રાવલની અધ્યક્ષતામાં મળેલી એક વેપારી મંડળની બેઠકમાં એપ્રિલ માસના તમામ રવિવારે વેપારી મંડળે સ્વયંભૂ બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતર્ગત આજે એપ્રિલ માસના પ્રથમ રવિવારે વલસાડ જિલ્લાના તમામ બજારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે દુધની ડેરી તેમજ દવાની દુકાનોને આ બંધમાંથી મુક્તિ આપવામાં આવી હતી

બોટાદ નગરપાલિકા દ્વારા રવિવારે આપેલા બંધના પગલે શહેરમાં તમામ વેપાર-ધંધા બંધ રહ્યા હતા. નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય બજારોમાં સેનિટાઇઝની કામગીરી કરવામાં આવી હતી. જો આગામી દિવસોમાં કોરોનાનું સંક્રમણ વધે તો નગરપાલિકા વેપારીઓને સાથે રાખી અન્ય નિર્ણય લેશે, તો વેપારીઓએ નગરપાલિકા જે કંઈ નિર્ણય લે તેની સાથે સહમતી બતાવી હતી.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે. હાઇકોર્ટ સતત સરકારને યોગ્ય પગલાં લેવા લેવા ટકોર કરી રહી છે તેવામાં રાજ્યના ઘણા ધાર્મિક સ્થાન સામેથી આગળ આવ્યા છે અને લોકોની સુરક્ષા માટે તેમણે સામેથી મંદિર બંધ રાખવાની જાહેરાત કરી છે.

વડોદરામાં કોરોનાનું સંક્રમણ તેજ ગતિએ ફેલાઈ રહ્યું છે. જેના કારણે સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ લાગવાનો ભય ફેલાયો છે. ત્યારે શહેરના નર્મદા ભવનના જન સેવા કેન્દ્રને બંધ કરવામાં આવ્યું હતું. જેને કારણે કામ અર્થે આવતા લોકો અટવાયા હતા.

Last Updated : Apr 13, 2021, 6:59 PM IST

ABOUT THE AUTHOR

...view details