ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ યુનિવર્સિટીમાં તમામ ફોર્મ 1 જૂનથી ઑનલાઈન ભરાશે - bhavesh bhojak

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સીટીના તમામ ફોર્મ ઓનલાઇન ભરી શકે તે પ્રકારેની કામગરી હાથ ધરી છે. જેથી વિધાર્થીઓ 1લી જૂન થી 15 જૂન સુધીમાં તમામ ઓનલાઇન ભરી શકશે.

પાટણ યુનિવર્સીટીમાં તમામ ફોર્મ 1લી જૂનથી ઓનલાઇન ભરાશે

By

Published : May 24, 2019, 4:33 PM IST

પાટણ યુનિવર્સીટીના પરીક્ષા લક્ષી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ ફોર્મ ભરવા માટે યુનિવર્સિટી આવવું ન પડે તે માટે તમામ ફોર્મ ઓનલાઇન ભરાય તે માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેથી હવેથી વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ, નામ સુધારણા, વેરિફિકેશન અને ડિગ્રી સર્ટીના ફોર્મ વિદ્યાર્થીઓ 1લી જૂનથી ઓનલાઇન ફોર્મ ભરી શકશે.

પાટણ યુનિવર્સીટીમાં તમામ ફોર્મ 1 જૂનથી ઓનલાઇન ભરાશે

આ 15 જૂન સુધીમાં બાકી રહેલા ટ્રાસ્કિપટ, ડબ્લ્યૂ 103, માઈગ્રેશન અને પ્રોવિઝિન ડિગ્રીના ફોર્મ પણ ઓનલાઇન ભરાય તે માટેની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે જેથી 15 જૂન પછી પરીક્ષા વિભાગના તમામ ફોર્મ અને ફી વિધાર્થીઓ ઓનલાઇન ભરી શકશે.

ABOUT THE AUTHOR

...view details