ગુજરાત

gujarat

ETV Bharat / state

Alcohol seized in Patan: પાટણના સિદ્ધપુર હાઇવે પરથી LCBએ 27 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

પાટણના સિદ્ધપુર હાઈવે પર LCB પોલીસે કન્ટેનરમાંથી (Alcohol seized from Patan)ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. આ ટ્રક પાલનપુરથી મહેસાણા તરફ જઈ રહેલા ટ્રકની તપાસ કરતા પોલીસને 27.98 લાખનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ડ્રાઈવરની પૂછપરછ હાથ ધરી હતી.

Alcohol seized in Patan: પાટણના સિદ્ધપુર હાઇવે પરથી LCBએ 27 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
Alcohol seized in Patan: પાટણના સિદ્ધપુર હાઇવે પરથી LCBએ 27 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

By

Published : Apr 25, 2022, 8:38 PM IST

પાટણ: સિદ્ધપુર હાઈવે પર LCB પોલીસે એકટ્રક કન્ટેનરનો ફિલ્મી ઢબે પીછો કરી ટ્રકમાં ભરેલો 27.98 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ 504 સહિત કુલ 38.03 લાખના મુદ્દામાલ (Alcohol seized in Patan)સાથે ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડયો હતા. પ્રાપ્ત માહિતીનુસાર પાટણ LCB પીઆઈ એ.બી.ભટ્ટ અને સ્ટાફના માણસો સિદ્ધપુર હાઈવે(Patan Siddhpur Highway) વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે અરસામાં ખાનગી( liquor sales in gujarat)રાહે બાતમી મળી હતી કે ટ્રક નં.HR.55.R.1431માં ગે.કા.ભારતીય બનાવટની વિદેશી દારૂ પાલનપુરથી મહેસાણા તરફ જઈ રહ્યો છે.

આ પણ વાંચોઃDestroy Alcohol in Surat : ઓલપાડ પોલીસની હદમાં ઝડપાયેલા કરોડાના દારૂ પર પોલીસનું બુલડોઝર

સુરતમાં ડિલિવરી આપવાની હતી -પોલિસે તાવડીયા ચાર રસ્તા નજીક નાકાબંધી (Alcohol seized from truck on Siddhpur) ગોઠવી વાહનોની તપાસ હાથ ધરી હતી. તેવામાં આ ટ્રક આવતા ઉભી રાખવા ઈશારો કરતા ડ્રાઈવરે ટ્રક ઉભીના રાખતા તેનો પીછો કરી ખળી ચાર રસ્તા પાસે આંતરી ઉભી રખાવી કન્ટેનરની તપાસ કરતા ભારતીય બનાવટનો પાસ પરમીટ વગરનો વિદેશી દારૂની પેટી નંગ 504 , બોટલ નંગ 13248 રૂપિયા 27,98,400નો સીલબંધ મળી આવ્યો હતો. ટ્રક કન્ટેનર ડ્રાઈવરે આ દારૂ જયપુર રાજસ્થાનથી ભરી સુરતમાં ડિલિવરી કરવાનો હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃBishnoi Gang Vadodara: વડોદરામાં બિશ્નોઈ ગેંગ પર તરાપ, PCBએ દારૂનું ગોડાઉન ઝડપ્યું - 34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો -આ ટ્રક કન્ટેનરની આગળ ત્રણ જેટલા શખ્સો પેટ્રોલિંગ કરતા હોવાનું તેણે જણાવ્યું હતું. આ અંગે ટૂક કન્ટેનર ડ્રાઈવર જાદવ અજયકુમાર કલ્યાણસિંહ રહે.ધૂરા, તા. ભોગાઓન ,જિ. મૈનપુરી ઉત્તરપ્રદેશવાળાને મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની સાથેના સોની યાદવ, રહે, એટા, દિપુ યાદવ તેમજ ત્રણ મોબાઈલ નંબર વાળા અજાણ્યા ઈસમો જે મળી આવેલ નથી તે તમામ વિરુદ્ધ પ્રોહી.એકટ 65 , A , E , 166 ( B ) , 83,81,98 ( 2 ) , ઈપીકો કલમ 467 , 468,471 , 120 ( B ) , 420 સહિત એમવી એકટ 3,181 , 179 ( 1 ), 177 મુજબ ગુનો નોંધાયો છે. જેની આગળની તપાસ LCBના પીઆઈ એ.બી.ભટ્ટ ચલાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details