ગુજરાત

gujarat

ETV Bharat / state

અહેમદ ચાચાનો અનોખો દેશપ્રેમ, 365 દિવસ લહેરાવે છે રાષ્ટ્રધ્વજ

સરકારી કચેરીઓમાં તો હંમેશા રાષ્ટ્રધ્વજ લહેરાતો હોય છે પણ દેશપ્રેમી અહેમદ ચાચા પોતાના ઘરે 365 દિવસ રાષ્ટ્રધ્વજ લહેરાતો રાખે છે. રાજ્યમાં તેમનું મકાન એવું છે જ્યાં હંમેશા તિરંગો લહેરાતો જોવા મળે છે.

Patan
અનોખો દેશપ્રેમ

By

Published : Jan 25, 2020, 5:34 PM IST

પાટણ: સિદ્ધપુર તાલુકાના નેદ્રા ( પાંચકુવા) ગામના વતની અહેમદભાઈ અલીભાઈ નાંદોલિયા દેશ આઝાદ થયો ત્યારે 15 વર્ષના હતા. 19 વર્ષની ઉંમરે તેઓ ભારતીય સેનામાં જોડાયા હતા. બાદમાં સામાજીક કારણોસર તેઓ વતન પરત આવ્યા હતા. દેશપ્રેમ તેમના હ્રદયમાં હોવાથી તેઓ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવતા હતાં. તેમણે એવો નિર્ધાર કર્યો કે, 'મારે 365 દિવસ મકાન પર રાષ્ટ્રધ્વજ લહેરાવવો છે'.

અહેમદ ચાચાનો અનોખો દેશપ્રેમ, 365 દિવસ લહેરાવે છે રાષ્ટ્રધ્વજ

ઘણી કાયદાકીય ગુંચવણો પસાર કરી આખરે 26 જાન્યુઆરી 2001થી તેમનું સપનું સાકાર થયુ. ત્યારથી લઈને આજ સુધી તેઓ પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details