પાટણઃભારત સરકાર દ્વારા છોકરીઓના લગ્નની વય (Age limit for girls for marriage) મર્યાદા 18 વર્ષથી વધારી 21 કરવા કાયદામાં ફેરફાર કરવા નિર્ણય કર્યો છે. જેની સામે સિદ્ધપુરના ધારાસભ્યએ વિરોધ દર્શાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી હાલની અઢાર વર્ષની લગ્નની વયમર્યાદા બાળ લગ્ન કાયદો 2006 મુજબ યથાવત રાખવા રજૂઆત કરી છે.
ધારાસભ્યનો વડાપ્રધાનને પત્ર
સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી જણાવ્યું છે કે દીકરીઓના લગ્નની ઉંમર 18 વર્ષની સરકારના પરિપત્ર મુજબ છે. તેમાં સરકાર સુધારો કરી 21 વર્ષની કરવા જઈ રહી છે તે ખરેખર મધ્યમ અને ગરીબ પરિવારને દુઃખ સહન કરવાનો વારો આવે તેમ છે.શિક્ષિત સમાજના લોકો આજે પણ દીકરીના 21 વર્ષે લગ્ન કરાવે છે.આ નવો કાયદો શ્રમજીવી અને ગરીબ લોકોમાટે ઘાતક બની રહેશે.