પાટણ: રાધનપુર વારાહી હાઈવે માર્ગ પર ગુરુવારના સવારે 10 કલાકની આસપાસના સમયે ટ્રેલર ચાલકે એક્ટિવાને હડફેટે લઇ ટક્કર મારતા એક્ટિવા ચાલક રોડ ઉપર ફંગોળાયો હતો. આ અકસ્માતના પગલે ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
રાધનપુર હાઇવે પર ટ્રેલરની હડફેટે એકટીવા ચાલકનું મોત - Etv bharat patan activate driver killed by tailor ઈ ટીવી
રાધનપુર વારાહી હાઇવે માર્ગ પર ગુરૂવારે સવારના સમયે ટ્રેલરે એક્ટિવાને હડફેટે લેતા એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. મોતને પગલે હાઈવે પર લોકોના ટોળા એકત્ર થયા હતાં.
હાઇવે પર ટ્રેલરની હડફેટે એકટીવા ચાલકનું મોત
આ અકસ્માતની ઘટનાને પગલે હાઇવે માર્ગ પર લોકોના ટોળા એકત્ર થયા હતાં. અકસ્માતને પગલે ટ્રેલરચાલક પોતાનું ટ્રેલર મૂકીને ફરાર થઇ ગયો હતો.