ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણની વારાહી હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપી આરોપી ફરાર - વારાહીમાંથી આરોપી ફરાર

પાટણના વારાહી સરકારી હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપી આરોપી ફરાર (Accused absconding from Varahi)થઈ ગયો છે. આરોપીને મેડિકલ ચેકઅપ માટે રાત્રીના સરકારી હોસ્પિટલમાં (Varahi Government Hospita)પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવામાં આવ્યો હતો. મેડિકલ ચેકઅપ બાદ આરોપી ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ છે.

પાટણની વારાહી હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપી આરોપી ફરાર
પાટણની વારાહી હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપી આરોપી ફરાર

By

Published : Jul 29, 2022, 8:06 PM IST

પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના વારાહી પોલીસ સ્ટેશનની હદમાં સગીર યુવતીનુ અપહરણ કરનાર આરોપીને (Accused absconding from Varahi)એક માસ બાદ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ઝડપાયેલ આરોપીને મેડિકલ ચેકઅપ (Medical checkup of accused)માટે રાત્રિના સમયે વારાહી સરકારી હોસ્પિટલ (Varahi Government Hospita)ખાતે લાવવામાં આવ્યો હતો. આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતા પોલીસની બેદરકારી સામે આવી હતી.

આરોપી ફરાર

આ પણ વાંચોઃ20 વર્ષ બાદ આરોપીની ધરપકડ, હીરાની ચોરીમાં હતો ફરાર

આરોપી ફરાર થઈ ગયો -સાતલપુર તાલુકાના ગોખતર ગામની સગીર યુવતીને 19મી જૂનના રોજ ડાભી ગામથી બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ભદ્રીવાડી ગામનો ઠાકોર રાહુલજી હિંગોળજી નામનો યુવાન ભગાડી ગયો હતો.આ બાબતે યુવતીના પિતાએ પોલીસને જાણ કરતા વારહી પોલીસ મથકે ઠાકોર રાહુલજી વિરૂદ્ધ આઈપીસી 363,114 મુજબ દાખલ કરવામાં આવ્યો હતો. સગીર યુવતીનું અપહરણ કરી ફરાર થયેલ આરોપીને વારાહી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલ આરોપીને મેડિકલ ચેકઅપ માટે રાત્રીના સરકારી હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવામાં આવ્યો હતો. રાત્રે 9:00 કલાકે મેડિકલ ચેકઅપ બાદ આરોપીને પોલીસ સ્ટેશન લાવવામાં આવતો હતો તે દરમિયાન હોસ્પિટલની બહાર નીકળ્યા બાદ પોલીસને ચકમો આપી આરોપી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચોઃદર્દીઓ ચાલુ સારવારે હોસ્પિટલમાંથી ફરાર મામલામાં પોલીસને મળી સફળતા

આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન -અપહરણનો આરોપી પોલીસને ચકમો આપી ફરાર થયાની જાણ વારાહી પીએસઆઇને થતા IPS કાફલા સાથે હોસ્પિટલ દોડી આવ્યા હતા. પોતાની સાખ બચાવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. કલાકો બાદ પણ આરોપી પોલીસ પકડથી દૂર રહેતા જિલ્લા પોલીસ વાડા દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ત્રણ ટીમો બનાવવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડા દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

ABOUT THE AUTHOR

...view details