પાટણ : બુધવારે રાત્રે પાટણમાં બે આઇશર અને ટ્રેક્ટર એમ ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. હારીજ રાધનપુર હાઇવે પાસેા પીપળી નજીક ટ્રેક્ટર અને આઈશર ટકરાયાં હતાં. આ વચ્ચે પાછળ અન્ય આઈશર આવીને આ બંને વાહન સાથે અથડાઇ પડ્યું હતું. આ ટ્રિપલ અકસ્માતમાંં બંને આઈશર અને ટ્રેક્ટર એમ ત્રણેય વાહનોના ચાલકોને નાની મોટી ઇજાઓ થતા સારવાર માટે લઇ જવાયાં હતાં.
કોઇ જાનહાનિ નહીં :અકસ્માત વિશે વિગતે જોઇએ તો હારીજ રાધનપુર હાઇવે રોડ ઉપર ગત મોડી રાત્રે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જોકે કોઈ પ્રકારની જાનહાનિ ન થતાં રાહતની વાત હતી. અકસ્માતમાં ત્રણેય વાહનોના ચાલકોને નાની મોટી ઇજાઓ થતા સારવાર અર્થે ખેડાયાં હતાં. આ અંગે હારીજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો Ahmedabad Accident : ટ્રકના ટાયર નીચે માથુ આવી જતા આંખના પલકારે યુવકનું કરુણ મૃત્યુ, જૂઓ CCTV
દસ દિવસમાં બીજી ઘટના : પાટણ શહેર સહિત જિલ્લાના હાઇવે માર્ગો ઉપર છાશવારે નાના મોટા અકસ્માતોની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. એક અઠવાડિયા અગાઉ જ મોટી પીપળી ગામ નજીક અકસ્માત સર્જાતા એકસાથે સાત વ્યક્તિઓના મોત નિપજ્યા હતાં. એ ઘટના હજી ભુલાઈ નથી ત્યાં આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જોકે આ ત્રિપલ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.