પાટણઃ ભાભર રાધનપુર હાઈવે (Rickshaw dumper accident on Bhabhar Radhampur Highway) પર બંધવડ નજીક રિક્ષા અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો (Rickshaw dumper accident on Bhabhar Radhampur Highway) હતો. તેના કારણે 3 પુરુષના ઘટનાસ્થળે મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો-Accident Death in Surat : સુરતમાં કાળમુખી ડમ્પરે એક વ્યક્તિને અડફેટે લેતા મોત
ડમ્પરે રિક્ષાને મારી હતી ટક્કર
ભાભર રાધનપુર હાઈવે કાળમૂખો બન્યો છે. એક સપ્તાહ પહેલા જ રાધનપુર નજીક અકસ્માતમાં શિક્ષિકાનું મોત થયું હતું ત્યારે હવે ફરી વાર ભાભર રાધનપુર રોડ પર ગોઝારો અકસ્માત (Rickshaw dumper accident on Bhabhar Radhampur Highway) સર્જાયો છે. ભાભર રાધનપુર હાઈવે (Rickshaw dumper accident on Bhabhar Radhampur Highway) રોડ ઉપર બંધવડ ગામથી દેવ ગામ તરફ જવાના માર્ગ પરથી બુધવારે રાત્રિના સમયે રિક્ષા પસાર થઈ રહી હતી. તે દરમિયાન પાછળથી આવતા ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આગળ જતી રિક્ષાને જોરદાર ટક્કર મારતા ડમ્ફરનું ટાયર રિક્ષા પર ફરી વળ્યું હતું.
આ પણ વાંચો-Car and container accident: સુરત નજીક કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત બાદ લાગેલી આગમાં બે લોકો ભડથું