- પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી એક વાર ચર્ચામાં
- કુલપતિ સહિત કારોબારી સભ્યો સામે 1 વર્ષ અગાઉ ACBમાં ફરિયાદ થઈ હતી
- ACBના અધિકારીઓએ સભ્યોને નિવેદનો આપવા નોટિસો ઈસ્યુ કરતા ખળભળાટ
પાટણ: હેમચંદ્રાયાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU-Hemchandracharya North Gujarat University) છેલ્લા કેટલાક વર્ષોથી ભ્રષ્ટાચાર (Corruption)ના ભોરિંગમાં સપડાઇ વિવાદોનું પર્યાય બની છે. એક પછી એક ભ્રષ્ટાચારના આક્ષેપોથી યુનિવર્સિટીની પ્રતિષ્ઠા પણ ઝાંખી થઈ છે. તો વિદ્યાર્થીઓ પણ અભ્યાસને લઇને ચિંતિત બન્યા છે, ત્યારે 2017માં ખરીદાયેલી ઉત્તરવહી કૌભાંડનું ભૂત ફરી ધુણ્યું છે.
સમગ્ર કૌભાંડની તાત્કાલિક તપાસ કરવા ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો હતો
ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)ના આદેશ મુજબ ACB ભુજ દ્વારા તત્કાલિન કાર્યકારી સભ્યોને નિવેદનો માટે નોટિસો પાઠવવામાં આવતા ઉત્તરવહી કૌભાંડનો આ મુદ્દો શિક્ષણવિદ્દોમાં ફરી ચર્ચાનો વિષય બન્યો છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ખરીદાયેલી ઉત્તવહી અને તેના કૌભાંડ મામલે ગુજરાત હાઇકોર્ટની ડબલ બેન્ચના જસ્ટિસ પાડીવાલા અને વૈભવી નાણાવટીએ આ સમગ્ર કૌભાંડની તાત્કાલિક તપાસ કરી પગલા ભરવા રાજ્ય સરકારને આદેશ કર્યો હતો.
રૂપિયા 4 કરોડનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ