ગુજરાત

gujarat

ETV Bharat / state

રાધનપુર લો કોલેજમાં ફી વધારા મામલે ABVPએ કર્યા ધરણાં

પાટણ જિલ્લાના રાધનપુર લો કોલેજમાં ફી વધારા મામલે મંગળવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ કોલેજ કેમ્પસમાં ધરણાં યોજી સંચાલકો સામે સૂત્રોચ્ચારો પોકારી ફી વધારો પાછો ખેંચવાની માગ કરી હતી.

Radhanpur Law College
Radhanpur Law College

By

Published : Aug 4, 2020, 6:22 PM IST

પાટણઃ રાધનપુરમાં આવેલી અમર જ્યોત ટ્રસ્ટ સંચાલિત લો કોલેજમાં કોરોના મહામારીના કપરા સમયમાં સેમેસ્ટર-3ની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જે કારણે હાલની પરિસ્થિતિમાં આ ફી વધારો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પડતા પર પાટું સમાન બની રહ્યો છે.

રાધનપુર લો કોલેજની ફી વધારાને લઈને ABVPએ ધરણા કર્યા

કોલેજ દ્વારા કરવામાં આવેલો ફી વધારો દુર કરવા મામલે અગાઉ વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના સંચાલકોને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આમ છતાં કોલેજ દ્વારા ફી વધારા મામલે કોઇ યોગ્ય નિર્ણય ન લેવામાં આવતા મંગળવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ કોલેજ કેમ્પસમાં સંચાલકો સામે ધરણાં પર ઉતર્યાં હતા. આ સાથે વિદ્યાર્થીઓના હિતમાં ફી વધારો પાછો ખેંચવાની માગ કરી ABVPના કાર્યકર્તાઓએ કરી હતી.

કોલેજના સંચાલકો દ્વારા ફી ઘટાડો કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ યુનિવર્સિટીમાં આ મામલે રજૂઆત કરશે. જો કે, ABVPની રજૂઆતને પગલે કોલેજના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ત્રણ તબક્કામાં ફી સ્વીકારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

રાધનપુર લો કોલેજમાં ફી વધારા મામલે મંગળવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ કોલેજ કેમ્પસમાં ધરણાં યોજી સંચાલકો સામે સૂત્રોચ્ચારો પોકારી ફી વધારો પાછો ખેંચવાની માગ કરી

આ પણ વાંચો - ઑનલાઇન ક્લાસ અને શાળા ફી વધારવા માટેની અરજીમાં SCનો દખલગીરી કરવાનો ઇનકાર

નવી દિલ્હી:દેશભરમાં ઑનલાઇન વર્ગો માટેની ફી અને શાળાની ફીમાં વધારો કરવાનો મામલો 10 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે આ કેસમાં દખલ કરવાનો ઇન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે અરજદારોને સંબંધિત હાઈકોર્ટમાં જવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, દરેક રાજ્યમાં જુદી જુદી સમસ્યાઓ હોય છે. જો તમે સુપ્રીમ કોર્ટમાં આખા દેશની સમસ્યાઓને પડકારશો તો આપણે કેવી રીતે સમગ્ર રાજ્યની સમસ્યાનું નિરાકરણ લાવી શકીશું.

ABOUT THE AUTHOR

...view details