પાટણ : કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા દેશમાં લોકડાઉન અમલી કર્યુ છે. જેને કારણે અન્ય રાજ્યોમાથી મજૂરી અર્થે આવેલા શ્રમિકો લોકડાઉનને કારણે જે તે નગર અને શહેરોમાં જ રોકાઈ ગયા છે. ત્યારે લોકડાઉન દરમ્યાન કેન્દ્રના ગૃહ વિભાગ દ્વારા અન્ય રાજ્ય કે જિલ્લામાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકોને માદરે વતન મોકલવાની મંજૂરી આપી છે. જેને કારણે ગુજરાત રાજ્યમાંથી તબક્કાવાર પરપ્રાંતિયોને તેમના વતનમાં મોકલવામાં આવી રહ્યાં છે.
પાટણ શહેર અને તાલુકાના 300 જેટલા શ્રમિકોને વહીવટી તંત્રએ વતન રવાના કર્યાં - news in patan
પાટણ શહેર અને તાલુકાઓમાં મજૂરી કરતા ઉત્તર પ્રદેશ 300 જેટલા શ્રમિકોને વતન મોકલવા માટે પાટણ વહીવટી તંત્ર એ વ્યવસ્થા કરી આ શ્રમિકોને ST બસ મારફતે મહેસાણા અને ત્યાથી ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ ખાતે રવાના કર્યા હતા. શ્રમિકોને રસ્તામાં ખાવાપીવાની તકલીફ ન પડે તે માટે તેઓને સિધ્ધ હેમ શાખા દ્વારા સૂકો નાસ્તો અને પાણીની બોટલો આપવામાં આવી હતી.
![પાટણ શહેર અને તાલુકાના 300 જેટલા શ્રમિકોને વહીવટી તંત્રએ વતન રવાના કર્યાં PATAN](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7264520-459-7264520-1589893339191.jpg)
પાટણ
પાટણ શહેર સહિત તાલુકાઓમાં ઉત્તર પ્રદેશના વિવધ જિલ્લાના શ્રમિકો લોકડાઉનમાં ફસાયા હતા. આ શ્રમિકોએ પોતાના વતન જવા માટેની માગણી કરતા પાટણ વહીવટી તંત્ર દ્વારા ઉત્તર પ્રદેશના જાસી, ચિત્રકૂટ, પ્રયાગરાજ, મીરજાપુર જિલ્લાના 208 શ્રમિકોને 6 ST બસો મારફતે મહેસાણા અને ત્યાંથી રેલવે મારફતે વતન રવાના કર્યા હતા. બીજી તરફ ઉત્તર પ્રદેશના બાકીના જિલ્લાના 176 શ્રમિકોને પણ વતન રવાના કર્યા હતા. 50 દિવસ બાદ શ્રમિકોને માદરે વતન જવા મળતા તેઓમાં અનેરી ખુશી જોવા મળી હતી.
પાટણ શહેર અને તાલુકાના 300 જેટલા શ્રમિકોને વહીવટી તંત્રએ વતન રવાના કર્યાં