- ઘટનાને લઈ જીવદયા પ્રેમીઓની લાગણી દુભાઈ
- વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા
- બર્ડફલુથી મોત થયું હોવાની આશંકાઓ
- વડલા નીચેજ કાગડાઓના મૃતહેહોને દફન કરાયા
પાટણઃ જિલ્લાના સરસ્વતી તાલુકાનાં કિમ્બુવા ગામના પાટીયા નજીક આવેલ વિશાળ વડલા ઉપર હજારો કાગપક્ષીઓ પોતાનો આશ્રય લેતા હોય છે. મંગળવારે વહેલી સવારે આશરે 100 જેટલા કાગપક્ષીઓના મૃતદેહો વડલા નીચે મળી આવ્યાં હતા અને અહીંથી પસાર થતા લોકોની નજરે પડતા લોકોમાં હડકંપ મચી ગયો હતો. આ બનાવ અંગેની જાણ તંત્રને થતાં ટીડીઓ, પાટણ વનવિભાગ અને પાલનપુરની સેમ્પલ કચેરીની ટીમના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કાગપક્ષીઓના મોતની પ્રાથમિક તપાસમાં કોઈ મૃત જાનવરે ખોરાક બનાવ્યા બાદ તેના ઝેરી જીવાણુઓની અસરથી અથવા તો બર્ડફ્લુની બીમારીને કારણે મૃત્યુ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે.