ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં આપના ઉમેદવારે ગુજરાતના શિક્ષણ પર કર્યા આક્ષેપ - ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

પાટણ જિલ્લાની ચાર બેઠકો (Four seats in Patan district) પૈકી ચાણસ્મા બેઠક (Siddhpur seat) પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેને લઈને આ બેઠક પર હવે ત્રિપાખીયો જંગ (Gujarat Assembly Election 2022) ખેલાશે.

પાટણમાં આપના ઉમેદવારે ગુજરાતના શિક્ષણ પર કર્યા આક્ષેપ
પાટણમાં આપના ઉમેદવારે ગુજરાતના શિક્ષણ પર કર્યા આક્ષેપ

By

Published : Nov 13, 2022, 12:53 PM IST

Updated : Nov 13, 2022, 1:44 PM IST

પાટણ :ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની (Gujarat Assembly Election 2022) તારીખો જાહેર થતા રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. મોટા ભાગની બેઠકો પર ત્રિપાખીયો જંગ ખેલાશે. ત્યારે પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પૈકી ચાણસ્મા બેઠક પર આમ (Patan Aam Admi party) આદમી પાર્ટી દ્વારા વિષ્ણુભાઈ પટેલનું નામ જાહેર કરતા તેમના તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી રહી છે.

પાટણમાં આપના ઉમેદવારે ગુજરાતના શિક્ષણ પર કર્યા આક્ષેપ

આપના ઉમેદવાર વિષ્ણુ પટેલે Etv Bharat સાથે શું વાત કરી :આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિષ્ણુ પટેલે Etv Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં શિક્ષણ કથળ્યું છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકો, ongc, multiplus કંપનીઓમાં હિન્દી ભાષી શિક્ષિતોનું પ્રભુત્વ વધ્યું છે જ્યારે ગુજરાતમાં કથળેલા શિક્ષણને કારણે ગુજરાતી યુવાનો તેમની સરખામણીએ પૂરતું શિક્ષણ મેળવી શકતા નથી અને હરીફાઈના આ યુગમાં આવી પરીક્ષાઓમાં સફળતા મેળવી શકતા નથી જેના કારણે ગુજરાતના યુવાનોમાં બેરોજગારીનો દર વધી રહ્યો છે. વર્ષ 2022 ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે ગુજરાતમાં સરકાર બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો ગુજરાતમાં આપની સરકાર બનશે ત્યારે ગ્રાન્ટનો 100 ટકા ઉપયોગ કરી વિકાસલક્ષી કામોને વેગવંતા બનાવવામાં આવશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર ચોક્કસ બનવાની છે, ત્યારે ચાણસ્મા વિધાનસભા વિસ્તારમાં રોડ, પીવાના પાણી સહિતના કામો માટે સરકારમાંથી આવતી તમામ ગ્રાન્ટોનો સદુપયોગ કરી પ્રજાના હિત માટે કામો કરાશે.

Last Updated : Nov 13, 2022, 1:44 PM IST

ABOUT THE AUTHOR

...view details