- પાટણના હાજીપુરની નિરમા ઠાકોરે દેશમાં ડંકો વગાડ્યો
- યુપીના પ્રયાગરાજ ખાતે યોજાયેલ ઇન્દિરા ફુલ મેરેથોન દોડ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો
- દેશભરના 500 ખેલાડીઓને દોડ સ્પર્ધામાં હરાવી જિલ્લાની નામ રોશન કર્યું
પાટણઃ 19 નવેમ્બર 2021ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ(Prayagraj Marathon in Uttar Pradesh) ખાતે 36મી ઇન્દિરા ફૂલ મેરેથોન દોડ(36th Indira Flower Marathon) સ્પર્ધા યોજાઈ હતી. જે દોડમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી કુલ 500 ખેલાડીઓ ભાગ લીધો હતો .જેમાં ગુજરાત માંથી ભાગ લેનાર એકમાત્ર મહિલા દોડવીર પાટણ તાલુકાના હાજીપુર ગામની નિરમા ભરતજી ઠાકોરે ભાગ લીધો હતો .જે મેરેથોન દોડની સ્પર્ધામાં સૌથી વધુ 41.195 કિમીની દોડ 2 કલાક 50 મિનિટમાં નિરમા ઠાકોરે પૂર્ણ કરી સૌ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો .જેમાં પ્રોત્સાહન રૂપે નિરમાને 2 લાખનો રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.
વર્લ્ડ કક્ષાની સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી શ્રેષ્ઠ પ્રદર્શનનું સ્વપ્ન સેવી રહી છે નિરમા
સમગ્ર દેશની મહિલા ખેલાડીઓને મેરેથોનમાં પાછળ રાખીને સૌપ્રથમ નંબર મેળવી દેશભરમાં પાટણ જિલ્લાનું નામ રોશન કરતા હાજીપૂર ગામ(Hajipur village of Patan) સહિત જિલ્લા વાસીઓમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી. નિરમા ઠાકોર નાસિકમાં હવે પછી યોજાનારી મેરેથોન દોડની(Marathon race) તૈયારીઓ કરી રહી છે. ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં રોશન થાય અને દેશનું પ્રતિનિધિત્વ કરી વર્લ્ડ કક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ટ પ્રદર્શન કરે તેવું સ્વપ્ન સેવી રહી છે.