પાટણ: રાધનપુર (Attack on a young woman in Radhanpur) તાલુકાના શેરગઢ ગામ નજીકમાં રહેતા બે પરિવારો પૈકી હેતલ ચૌધરી ઘરમાં એકલી હતી. તે સમયે બાજુમાં રહેતા યાસીન બલોચે ધરમા ઘૂસી જઈ કોઈ અગમ્ય કારણોસર યુવતી પર હુમલો કર્યો હતો અને ઉપરાઉપરી છરીના ઘા ઝીંકી લોહીલુહાણ કરી હતી. યુવતીની બૂમાબૂમ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને હુમલાખોર યુવકને ઝડપી લીધો હતો, જ્યારે લોહીલુહાણ હાલતમાં યુવતીને સારવાર માટે રાધનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
આ પણ વાંચો: ગાંધીનગરના સેક્ટર 1માં વોશિંગ પાઉડર વેચવા આવેલા શખ્સોએ કર્યો વૃદ્ધા પર છરી વડે કર્યો હૂમલો