ગુજરાત

gujarat

ETV Bharat / state

અસામાજિક તત્વો બેફામ, રિજીયોનલ સાયન્સ સેન્ટરમાં શખ્સ છરી સાથે દેખાયો - Patan viral video

પાટણમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. રિજીયોનલ સાયન્સ સેન્ટરમાં એક શખ્સ હાથમાં ધારદાર હથિયાર લઈ પ્રવેશ કરતા ફરજ પરના સિક્યુરિટી ગાર્ડે તેને અટકાવતા મામલો બીચકયો હતો. રીજીયોનલ સાયન્સ સેન્ટરના જવાબદાર અધિકારીઓએ આ શખ્સ વિરુદ્ધ પગલા ભરવા પોલીસને જાણ કરી છે. પોલીસે આ શખ્સ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. Patan Science Museum, Patan anti social elements

પાટણમાં અસામાજિક તત્વો બેફામ, રિજીયોનલ સાયન્સ સેન્ટરમાં એક શખ્સ છરી સાથે દેખાયો
પાટણમાં અસામાજિક તત્વો બેફામ, રિજીયોનલ સાયન્સ સેન્ટરમાં એક શખ્સ છરી સાથે દેખાયો

By

Published : Sep 3, 2022, 5:50 PM IST

પાટણસરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે કરોડો રૂપિયાના ખર્ચે કાર્યરત રિજીયોનલ સાયન્સ સેન્ટરમાં (Regional Science Center Patan)એક શખ્સ હાથમાં ધારદાર હથિયાર લઈ પ્રવેશ કરતા ફરજ પરના સિક્યુરિટી ગાર્ડે તેને અટકાવતા મામલો (Patan anti social elements )બીચકયો હતો. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ખડભરાટ મચ્યો છે. રીજીયોનલ સાયન્સ સેન્ટરના જવાબદાર અધિકારીઓએ આ શખ્સ વિરુદ્ધ પગલા ભરવા પોલીસને જાણ કરી છે. પોલીસે આ શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજી તરફ જાહેર સ્થળ ઉપર અસામાજિક તત્વએ સમગ્ર સેન્ટરને બાનમાં લેતા પ્રવાસીઓમાં પણ ભય ફેલાયો છે.

અસામાજિક તત્વો બેફામ

રીજીયોનલ સાયન્સ સેન્ટર શખ્સ છરો લઈ ઘૂસ્યોપાટણ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક તત્વોનો (Antisocial elements)ત્રાસ વધ્યો છે. આવા અસામાજિક તત્વોને ડામવામાં પોલીસ સદંતર નિષ્ફળ રહી છે. તાજેતરમાં જ પાટણ શહેરના મુખ્ય માર્ગ પરના એક કોમ્પ્લેક્સની દુકાનો ખાલી કરાવવા બાબતે અસામાજિક તત્વોએ ધોળા દહાડે ઘાતક હથિયારો સાથે દુકાનદાર વેપારીને મારજુડ કરી દુકાનમાં તોડફોડ કરી હતી જેના કારણે વેપારીઓમાં ભય ફેલાયો છે. હજુ એ ઘટના લોકોના માનસ પરથી દૂર થઈ નથી ત્યાં વધુ એક ઘટના સામે આવી છે.

આ પણ વાંચોCM બન્યા પછી પહેલી વખત ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા આ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના કર્યા વખાણ

પ્રવાસીઓમાં ભય ફેલાયોપંથકના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર અને રોજ હજારો પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે તેવા રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગતરોજ સાંજના(Patan Science Museum)સુમારે એક શખ્સે વિડીયો બનાવવાની ઘેલછામાં સાયન્સ સેન્ટરમાં હાથમાં ધારદાર હથિયાર સાથે આવ્યો હતો. જેને લઇ પ્રવાસીઓમાં ભય ફેલાયો હતો. આ દ્રશ્ય જોઈ ફરજ પરના સિક્યુરિટી ગાર્ડે હથિયારધારી આ શખ્સને કેમ્પસની અંદર જતા અટકાવતા બંને વચ્ચે પહેલા શાબ્દિક બોલાચાલી થઈ હતી ત્યારબાદ મામલો બીચક્યો હતો અને હથિયારધારી આ શખ્સને સિક્યુરિટી ગાર્ડના માણસોએ અટકાવતા મારામારી થઈ હતી. જે અંગેનો આ સમયે કોઈએ વિડીયો ઉતારી તે સોશિયલ મીડિયામાં વાયરલ (Patan viral video)કરતા પંથકમાં ભારે ખભરાટ મચ્યો છે.

અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગઆ સમગ્ર ઘટના પર પ્રકાશ પાડતા સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેકટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ગણેશ ચતુર્થીના દિવસે ચાર જેટલા અસામાજિક તત્વો વિડીયો બનાવવાના ઇરાદે રિજનલ સાયન્સ સેન્ટરમાં આવ્યા હતા જેમાંથી એક શખ્સે પોતાના હાથમાં ધારદાર હથિયાર હવામાન લહેરાવી એક્સનો કરી રહ્યો હતો. અને બીજા શખ્સો તેનો વિડીયો બનાવી રહ્યા હતા જે દ્રશ્ય જોઈ ફરજ પરના સિક્યુરિટી ગાર્ડના માણસોએ આ અસામાજિક તત્વોને રોક્યા હતા અને જે સમયે ઝપાઝપી થઈ હતી. જે બનાવનો વિડીયો કેટલાક લોકોએ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે. પરંતુ સાચી હકીકતએ છે કે ફરજ પરના સિક્યુરિટી ગાડે હથિયારધારી આ અસામાજિક તત્વોથી પ્રવાસીઓમાં ભય ન ફેલાય તે માટે તેઓને પડકાર્યા હતા. આ ઘટના અંગે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા સરસ્વતી પોલીસને જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચોલવ જેહાદના વિરોધમાં ડીસામાં હિન્દુ સંગઠનોની રેલી, પોલીસે કર્યો લાઠીચાર્જ

છરો લઈ દાખલ થનાર શખ્સની ઓળખસરસ્વતી તાલુકા પીઆઈ રાકેશ ઉનાગરે આ બાબતે જણાવ્યું હતું કે રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે બનેલી ઘટના અંગે સાયન્સ સેન્ટરના અધિકારીઓએ પોલીસને આજે જાણ કરી છે. જે સંદર્ભે પોલીસે આ અસામાજિક તત્વોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં સાયન્સ સેન્ટરમાં છરો લઈને દાખલ થનાર યુવકની ઓળખ વિધિ કરવામાં આવી છે. તેની અટકાયત કરી તેની સામે કડક કાર્યવાહી કરાશે.

અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીઅત્રે ઉલ્લેખનીય છે કે રિજીયોનલ સાયન્સ સેન્ટરની સામે જ સરસ્વતી પોલીસ સ્ટેશન આવેલું છે. છતાં હથિયારધારી હથિયાર ધરી શખ્સ બિન્દાસ બની ધારદાર છરો લઈ આવી પહોંચતા પોલીસની કામગીરી અંગે પણ સવાલો ઉભા થયા છે.પ્રવાસીઓ થી ધમધમતા રીજીયોનલ સાયન્સ સેન્ટરમાં ફરી આવો બનાવ ન બને તે માટે અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લઈ પોલીસે ચાંપતી નજર રાખી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ પણ લોકોની ઊઠવા પામી છે.

ABOUT THE AUTHOR

...view details