પાટણ: રાજ્યના તમામ જિલ્લાઓમાં એક મહિલા પોસ્ટ ઓફિસ શરૂ કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસ ખાતે પાટણની મુખ્ય પોસ્ટ ઓફિસના નેજા હેઠળ પ્રથમ મહિલા પોસ્ટ ઓફિસ શરૂ કરવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન યુનિવર્સિટી કુલપતિ ડૉ.જે.જે.વોરા અને સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટના સિરાજ મન્સૂરીના હસ્તે કરવામાં આવ્યું છે.
પાટણ યુનિવર્સિટીમાં મહિલા પોસ્ટ ઓફિસ કાર્યરત કરવામાં આવી - હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
ભારત સરકારના અવિરત સેવા આપતા ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેથી સરકારના આદેશ મુજબ HNGU કેમ્પસ ખાતે ઉત્તર ગુજરાતની પ્રથમ મહિલા પોસ્ટ ઓફિસનો શુભારંભ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.જે.જે.વોરાના હસ્તે કરવામાં આવ્યો છે.
પાટણ યુનિવર્સિટીમાં મહિલા પોસ્ટ ઓફિસ કાર્યરત કરવામાં આવી
પાટણ યુનિવર્સિટી ખાતે કાર્યરત થયેલી આ મહિલા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ વિભાગને લગતી તમામ કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત ઓફિસમાં ફક્ત મહિલાઓ જ ફરજ બજાવશે.