- APMC માર્કેટમાં ગુરૂવારથી વેકેશન
- એક સપ્તાહ સુધી માર્કેટ બંદ રહેશે
- નાણાંકીય વર્ષના હિસાબોની કામગીરીને પગલે માર્કેટ યાર્ડ બંદ રહેશે
પાટણ: માર્કેટ યાર્ડમાં વિવિધ ખેત-પેદાશોની આવકો શરૂ થઈ છે. હાલમાં માર્કેટ યાર્ડમાં રાઈ, દિવેલા, રાજગરો, બાજરી, જીરું ,વરિયાળી જેવા પાકોની આવકથી માર્કેટ યાર્ડ ધમધમતું થયું છે. નાણાંકીય વર્ષના અંતિમ હિસાબોની કામગીરીને પગલે પાટણ માર્કેટ યાર્ડ 25 માર્ચથી 1 એપ્રિલ સુધી બંધ રહેશે. વેપારીઓના હિસાબો અને નાણાંકીય વ્યવહારોની કામગીરીને પગલે માર્કેટ યાર્ડમાં એક સપ્તાહ સુધી હરાજીનું કામકાજ બંધ રહેશે. 2એપ્રિલથી માર્કેટ યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે અને હરાજીની કામગીરી શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો:ડુંગળીની મબલખ આવક શરૂ : યાર્ડ બે દિવસ બંધ બાદ પુનઃ ખોલતા એક કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી
હજારોની ચહલ-પહલથી ધમધમતું માર્કેટ બનશે સુમસામ
દિવસમાં હજારો ખેડૂતો અને વેપારીઓની ચહલ-પહલથી ધમધમતું પાટણનું માર્કેટ યાર્ડ 25 માર્ચથી મીની વેકેશનને કારણે સુમસામ બનશે.
આ પણ વાંચો:રાજકોટમાં ચણાનું મબલક ઉત્પાદન, બેડી માર્કેટ યાર્ડમાં ચણાની ઐતિહાસિક આવક
પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ ખેત પેદાશોની આવક શરૂ થઈ છે. ધંધા-રોજગાર ફરી ધમધમવા માંડયા છે. હાલમાં માર્કેટયાર્ડમાં રાઈ, દિવેલા, રાજગરો, બાજરી ,જીરૂ વરિયાળી જેવા પાકોની આવક થઈ માર્કેટ યાર્ડ ધમધમવા લાગ્યું છે. છેલ્લા દસ વર્ષ પછી રાયડાના ભાવમાં 200 રૂપિયા જેટલો ભાવ ઉંચકાતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, પાટણ શહેરનું નવા ગંજ માર્કેટ યાર્ડ દિવાળી વેકેશન બાદ ફરી ધમધમવા લાગ્યું છે. હાલમાં ખેડૂતો પોતાની ખેતીની ઉપજનો માલ માર્કેટ યાર્ડ ખાતે વેચવા આવી રહ્યા છે. માર્કેટ યાર્ડમાં કપાસ, એરંડા, રાયડો સહિતના પાકના માલનુ ખરીદ-વેચાણ પૂરજોશમાં જોવા ચાલી રહ્યુ હતું. જે બાદ ગુરૂવારે ફરીથી 7 દિવસ માટે વેકેશન જાહેર કર્યુ છે.