પાટણ:જિલ્લાના નગરપાલિકાના સભાખંડમાં મળેલી આજની સામાન્ય સભાની બેઠકમાં વિપક્ષના સભ્યોએ ભૂગર્ભ ગટરની ટેન્ડર પ્રક્રિયા(Tender Process of Underground Drainage) તથા શહેરના માર્ગો ઉપર 28 દિવસ પહેલા કરવામાં આવેલા પેચવર્કની કામગીરી બાબતે શાસક પક્ષ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. આ સાથે રૂપિયા 500 અને 2000ની નકલી નોટો સામાન્ય સભામાં ઉછાળી વિરોધ કરતા શાસક પક્ષના સભ્યો સભામાં થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયા હતા.
બિસ્માર માર્ગો, ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાઓને લઈને શાસક પક્ષને ઘેરાયો - પાટણ નગરપાલિકાની સામાન્ય સભાની બેઠક નગરપાલિકા હોલમાં પ્રમુખ સ્મિતા પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં એજન્ડા ઉપરના 84 અને વધારાના 13 કામો મળી કુલ 97 કામો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. શહેરના બિસ્માર બનેલા માર્ગો, ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાઓને મુદ્દે વિપક્ષના સભ્યોએ શાસક પક્ષને ઘેર્યો હતો. તત્કાલીન ચીફ ઓફિસરે પગાર ચૂકવવામાં નાણાકીય છેતરપિંડી કરી હોય તેમના સામે પોલીસ ફરિયાદ કરવા શાસક અને વિપક્ષના સભ્યોએ રજૂઆત કરી હતી.
આ પણ વાંચો:ભારે વરસાદથી રસ્તાઓમાં પડેલા ખાડા રિપેર કરવા યુદ્ધના ધોરણે કામગીરી
અનક્વોલિફાઇડ એજન્સીને બારોબાર કોન્ટ્રાક્ટ -નગરપાલિકાની ભૂગર્ભ શાખામાં ચેરમેનને(Chairman in Underground Branch of Municipality) અંધારામાં રાખી તેમની સહી વગર જોહુકમીથી ટેન્ડર પાસ કરાવી અનક્વોલિફાઇડ એજન્સીને બારોબાર કોન્ટ્રાક્ટ(Contract to Unqualified Agency) આપવાના મુદ્દે તથા શહેરના બિસ્માર માર્ગોનું પેચ વર્કનું કામ 28 દિવસ પહેલા કરવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા નિષ્કાળજીથી કામ કરાતા વરસાદ પડતા જ માર્ગો ફરી ખાડા ખૈયાવાળાં બન્યા છે.