પાટણમાં રાણી વાવને ઉજાગર કરવા બે દિવસ વિરાસત સંગીત સમારોહનું આયોજન કરાયું - પાટણ ન્યુઝ
પાટણ: વિશ્વ વિરાસત રાણીની વાવના ઇતિહાસને ઉજાગર કરવા સરકાર દ્વારા પાટણમા બે દિવસ માટે વિરાસત સંગીત સમારોહનું આયોજન કરાયું છે. ત્યારે આ સમારોહને રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ઘાટન કરી ખુલ્લો મુકશે.
ગુજરાતના સાહિત્ય વારસાને ઉજાગર કરવા સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવની મહિમા ઉજાગર કરવા વિરાસત સંગીત સમારોહ આજે ઉજવાશે. છેલ્લા ચાર વર્ષથી જિલ્લા કક્ષાએ ઉજવાતા આ મહોત્સવનું બૃહદ આયોજન સરકારે કર્યું છે. આ ઉત્સવને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉદ્ઘાટન કરી ખુલ્લો મુકશે. બે દિવસીય આ સમારોહમાં ભારત અને ગુજરાતના નામાંકિત કલાકારો સંગીતની સુરાવલીઓ વહેવડાવશે, તો બીજી તરફ રાણીની વાવ પરિસરને રોશનીથી ઝળહળતી કરવામાં આવી છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.