ગુજરાત

gujarat

By

Published : Jul 2, 2020, 10:11 PM IST

ETV Bharat / state

પાટણ જિલ્લામાં કોરોનાના વધુ 11 કેસ સાથે કુલ આંક 226, શહેરમાં કુલ સંખ્યા 109

સમગ્ર વિશ્વમાં ફેલાઇ રહેલી મહામારી કોરોનાએ પાટણમાં હાહાકાર મચાવ્યો છે. જિલ્લામાં વધુ 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇ પાટણ શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 109 થઈ છે અને જિલ્લામાં કોરોના કેસની સંખ્યા 226 થઈ છે.

પાટણ જિલ્લામાં કોરોનાના વધુ 11 કેસ સાથે કુલ આંક 226,  શહેરમાં કુલ સંખ્યા 109
પાટણ જિલ્લામાં કોરોનાના વધુ 11 કેસ સાથે કુલ આંક 226, શહેરમાં કુલ સંખ્યા 109

પાટણઃ જિલ્લામાં કોરોનાના વધુ 11 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાટણ-4, વારાહીમા-1, ચાણસ્મા તાલુકાના લણવા, જાખાના અને ધરમોડામા 1-1, હારીજના ગોવનામાં 1, વારાહીમાં 1 અને રાધનપુરમાં 1 કેસ નોંધાયો છે. જેથી પાટણ શહેરમાં કોરોના પોઝિટિવ સંખ્યા 109 થઈ છે અને જિલ્લાની 226 થઈ છે.

પાટણ જિલ્લામાં કોરોનાના વધુ 11 કેસ સાથે કુલ આંક 226, શહેરમાં કુલ સંખ્યા 109

પાટણ શહેરમાં નોંધાયેલા કેસમાં રાજકાવાડા વિસ્તારમાં કાલી બજાર રોડ પર રહેતી 80 વર્ષીય મહિલા, ખોખરવાડા વિસ્તારમાં આવેલા માતાના પાડામા રહેતાં 70 વર્ષીય પુરુષ, આયુષ ટાઉનશીપ સોસાયટીમાં 73 વર્ષીય પુરુષ, મદરસા વિસ્તારના વસાવાડામાં 65 વર્ષીય મહિલાને કોરોનાના લક્ષણો જણાતા હોસ્પિટલમાં લઇ જઇ ટેસ્ટ સેમ્પલ લેવામાં આવતા તેઓ ના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવે છે.

પાટણ શહેરમાં સતત કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેથી લોકોને ચિંતા થઇ છે. આ ઉપરાંત ચાણસ્મા તાલુકાના લણવા ગામે 75 વર્ષિય મહિલા, ધરમોડામાં 69 વર્ષીય પુરુષ, જાખાનામાં 34 વર્ષીય પુરુષ ,સાંતલપુર તાલુકાના વારાહીમાં 72 વર્ષીય મહિલા અને પાટણ તાલુકાના સન્ડેર ગામે 74 અને રાધનપુરની ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતી 19 વર્ષીય કિશોરીના ટેસ્ટ સેમ્પલ કોરોના પોઝિટિવ આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details