ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લામાં વધુ 5 કોરોનાના કેસ નોંધાતા કુલ સંખ્યા 215, શહેરનો કુલ આંક 105 થયો - ફિદકપુરા ગામ

પાટણ જિલ્લામાં કોરોના હજુ પણ કહેર મચાવી રહ્યો છે. જિલ્લામાં વધુ 5 કોરોનાના કેસ નોંધાતા કુલ આંકડો 215 થયો છે. જ્યારે શહેરમાં કોરોના પોઝિટિવની સંખ્યા 105 થઈ છે.

પાટણ જિલ્લામાં વધુ 5 કોરોનાના કેસ નોંધાતા કુલ સંખ્યા 215, શહેરનો કુલ આંક 105 થયો
પાટણ જિલ્લામાં વધુ 5 કોરોનાના કેસ નોંધાતા કુલ સંખ્યા 215, શહેરનો કુલ આંક 105 થયો

By

Published : Jul 1, 2020, 10:25 PM IST

પાટણઃ જિલ્લામાં ઘાતક બનેલા કોરોનાના વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાટણમાં 2, વારાહીમાં 1 ,લણવામાં 1 અને ઈસલામપુરામાં 1 કેસ નોંધાયો છે. તો વાઘરોલ ગામની વૃદ્ધાનું મોત થયું છે. જેને લઇ પાટણ જિલ્લાનો મૃત્યુ આંક 23 થયો છે. જ્યારે પાટણ શહેરમાં કોરોના પોઝિટિવ સંખ્યા 105 થઈ છે જ્યારે જિલ્લાની 215 થઈ છે.

પાટણ શહેરમાં નોંધાયેલા કેસોમાં અંબિકાનગર સોસાયટીમાં 63 વર્ષીય પુરુષ, ગ્રુપ કમલ સોસાયટીમાં 45 વર્ષીય મહિલા, ચાણસ્મા તાલુકાના લણવા ગામે 40 વર્ષિય પુરુષ, સાંતલપુર તાલુકાના વારાહીમાં 60 વર્ષીય મહિલા અને સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે ઈસલામપુરામાં રહેતા 72 વર્ષીય પુરુષના ટેસ્ટ સેમ્પલ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તો સિધ્ધપુર તાલુકાના વાઘરોલ ગામે ફિદકપુરા ગામમાં રહેતા 82 વર્ષીય મહિલાનું ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

વડોદરા ખાતે સારવાર હેઠળ રહેલા પાટણના તબીબ પંચીવાલા તથા તેમની માતા કોરોનાને માત આપી સ્વસ્થ થતા તેઓને રજા આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details