ગુજરાત

gujarat

ETV Bharat / state

ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે પાટણમાં સેમિનાર યોજાયો - Patan Latest News

વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લો વિભાગ અને  કોમર્સ ફેકલ્ટી દ્વારા સાયબર સિક્યુરીટી અવેરનેસ અને ટેકલિંગ પ્લાસ્ટિક પોલ્યુશન થીમ પર યુનિવર્સિટીના રંગભવન ખાતે એક દિવસીય સેમિનાર યોજાયો હતો. જેમાં મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષાના કાયદાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે પાટણમાં સેમિનાર યોજાયો
ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે પાટણમાં સેમિનાર યોજાયો

By

Published : Mar 15, 2021, 10:20 PM IST

  • સાયબર સિક્યુરિટી અને ટેકલીગ પ્લાસ્ટિક પોલ્યુશન થીમ પર યોજાયો સેમિનાર
  • તજજ્ઞોએ ગ્રાહક સુરક્ષાના કાયદાઓ વિશે આપી માહિતી
  • મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા

પાટણઃ 15 માર્ચને ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે સાયબર સિક્યુરીટી અવેરનેસ અને ટેકલીગ પ્લાસ્ટિક પોલ્યુશન થીમ પર એક દિવસીય સેમિનારનું આયોજન કરાયું હતું.

ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે પાટણમાં સેમિનાર યોજાયો

લોભામણી જાહેરાતોથી ગ્રાહકોએ બચવું જોઈએ

જેમાં કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરીના મદદનીશ નિયંત્રક એન. એમ. રાઠોડે જણાવ્યું હતું કે, ખાદ્ય વસ્તુ લાવવા માટે કપડાની થેલીનો ઉપયોગ કરીને પ્લાસ્ટિકનો બને તેમ ઓછો ઉપયોગ કરવો જોઈએ. જેથી પર્યાવરણને નુકસાન ન થાય. ગ્રાહક બજારનો રાજા છે ગ્રાહક છે, તો બજાર છે. બજાર છે તો ઇકોનોમી છે, તેથી ગ્રાહકને છેતરવો ન જોઈએ. આ ઉપરાંત વિવિધ કંપનીઓ લોભામણી જાહેરાતો અને ઇનામી લાલચો આપીને ગ્રાહકોને કઈ રીતે છેતરે છે અને તેનાથી બચવા ગ્રાહકોએ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે અંગેનું માર્ગદર્શન આપ્યુ હતું.

ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે પાટણમાં સેમિનાર યોજાયો

આ પણ વાંચોઃ સુરતમાં ગ્રાહક સુરક્ષા કચેરીમાં 151માંથી 108 ફરિયાદનું નિવારણ

સોશિયલ મીડિયા દ્વારા થતા ફ્રોડ વિશે જાગૃત બનવા કર્યો અનુરોધ

નાયબ પોલીસ અધિક્ષક જે.ટી સોનારાએ જણાવ્યું કે, ગ્રાહક પોતે સજાગ નહીં થાય તો વેપારીઓ તેઓને છેતરશે માટે ગ્રાહકોને સજાગ થવા અનુરોધ કર્યો હતો. સોશિયલ મીડિયા દ્વારા થતાં ફ્રોડ વિશે પણ ગ્રાહકો હંમેશા સજાગ રહેવા માટે અપીલ કરી હતી.

ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે પાટણમાં સેમિનાર યોજાયો

ABOUT THE AUTHOR

...view details