ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં ભેળસેળવાળું બનાવટી જીરૂ વેચવાનાં કૌભાંડનો પર્દાફાશ

પાટણના દિયોદરડા નજીકના એક ખાનગી ગોડાઉનમાં બનાવટી જીરૂ,વરિયાળી અને સુવા બનાવી બજારમાં ઊંચા ભાવથી વેચી તગડો આર્થિક નફો મેળવવાના ષડયંત્રનો પાટણ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બનાવટી જીરૂ સહિતની સામગ્રી સાથે 58.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ો
પાટણમાં ભેળસેળવાળુ બનાવટી જીરૂ વેચવાનાં કૌભાંડનો પર્દાફાશ

By

Published : Jul 5, 2020, 7:05 PM IST

પાટણ: સિધ્ધપુર હાઈવે ઉપર કમલીવાડા નજીકના દિયોદરડા ગામની સીમમાં મણીલાલ પટેલની માલિકીના કૃણાલ ટોબેકો કંપનીના ગોડાઉનને ભાડે રાખી આ જગ્યામાં હલકી ગુણવત્તાની વરીયાળી બજારમાંથી લઈ તેનો સારો ભાવ મેળવવા સારું મશીન દ્વારા કથ્થાઈ રંગના પ્રવાહી તથા સફેદ પાવડરમાં ભેળસેળ કરી હલકી ગુણવત્તાની વરિયાળી બનાવીને તેને પૉલિસ કરી આકર્ષક પેકિંગમાં બજારમાં વેચવામાં આવતી હતી.

પાટણમાં ભેળસેળવાળુ બનાવટી જીરૂ વેચવાનાં કૌભાંડનો પર્દાફાશ

આ કૌભાંડ ઊંઝાના કૃષ્ણ પરુના રહેવાસી વિરેન્દ્રકુમાર પરસોત્તમભાઈ પટેલ ચલાવી રહ્યા હોવાની સચોટ બાતમી જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાને મળી હતી. તેમણે આ સ્થળ ઉપર હારીજ પોલીસ સ્ટેશનના પી.આઇ એ,બી, ભટ્ટ અને સ્ટાફના માણસોને ચેકીંગ માટે મોકલ્યા હતાં. પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખી રેડ કરી ઘટનાસ્થળેથી તદ્દન હલકી કક્ષાની વરિયાળી, જીરું, સુવા સહિત કથ્થઈ કલરનું પ્રવાહી, સફેદ પાવડર, મશીન, વજનકાંટો,કોથળા, પ્લાસ્ટિકની થેલીઓ સહિતનો ભેળસેળમાં ઉપયોગમાં લેવાતો સામાન મળી આવ્યો હતો. જેની અંદાજીત કિંમત રૂપિયા 28,68,540 લાખ થાય છે. જ્યારે આ ઉત્પાદિત માલ બજારમાં પરિવહન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી 30 લાખની ટ્રક મલી કુલ 58,68,540નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પાટણમાં ભેળસેળવાળુ બનાવટી જીરૂ વેચવાનાં કૌભાંડનો પર્દાફાશ
ગોડાઉન માલિકને આ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, આ ગોડાઉન તેઓએ ભાડે આપ્યુ છે. ગોડાઉનમાં શું કામ કરવામાં આવી રહ્યું છે તેની તેઓને જાણ નહોતી. જ્યારે પોલીસ આવી ત્યારે સમગ્ર હકીકત સામે આવી છે.આ કૌભાંડનો મુખ્ય સુત્રધાર કે અન્યુ કોઈ વ્યક્તિ ઘટનાસ્થળે હાજર ન હોવાથી પોલીસે તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details