ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લામાં કોરોના સંદર્ભે દિલીપ ઠાકોરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ - Oxygen bed

પાટણ જિલ્લામાં કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવી રહેલા પગલાઓની સમીક્ષા કરવા માટે પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી.

Patan
Patan

By

Published : May 7, 2021, 9:50 PM IST

કોરોના સંદર્ભે કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ

જિલ્લા કલેક્ટરે કોરોના અંગેની વિસ્તૃત માહિતી કેબિનેટ પ્રધાનને આપી

દિલીપ ઠાકોર કોરોનાની પરિસ્થિતિની માહિતી મેળવી અટકાવવા અધિકારીઓને આપી સૂચનાઓ

પાટણ: કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે શ્રમ અને રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કેબિનેટ પ્રધાને જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ અંગે માહિતી મેળવીને તેમજ અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડીને જરૂરી સૂચનો કર્યા હતા.

જિલ્લામાં 14 જેટલા સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર પણ ઓક્સિજન બેડની વ્યવસ્થા

આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટીએ દીલિપ ઠાકોરને જિલ્લામાં કોરોના નિવારણ માટે લીધેલા પગલાં અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, કોરોના સંક્રમિત દર્દીઓને પાટણ જિલ્લામાં ધારપુર હોસ્પિટલ, પાટણ સિવિલ હોસ્પિટલ અને કેન્સર હોસ્પિટલ સિદ્ધપુર ખાતે સારવાર આપવામાં આવી રહી છે. જિલ્લામાં 14 જેટલા સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર પણ કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન બેડની વ્યવસ્થા ઉભી કરીને કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

ગ્રામીણ વિસ્તારોમાં સઘન સર્વેલન્સની કામગીરી

મોટાભાગના ગામોમાં મુખ્યપ્રધાનની સૂચનાથી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. એવા સમયે ગામોમાં એક ટીમ બનાવીને સઘન સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ટેસ્ટિંગ દરમિયાન પોઝિટિવ આવતા દર્દીઓ અને શંકાસ્પદ જણાતા દર્દીઓને દવાની કીટ આપીને ઝડપથી સારવાર શરૂ કરી દેવામાં આવે છે. સરકારી અને ખાનગી હોસ્પીટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓને જરૂરીયાત પ્રમાણે રેમડેસીવીર ઇન્જેકશન મળી રહે તેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

દિલીપ ઠાકોરે દવાની 5,200 કીટ આરોગ્ય વિભાગને આપી

કેબિનેટ પ્રધાન દીલિપકુમાર ઠાકોરે કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓની 5,200 જેટલી કીટ પાટણ આરોગ્ય વિભાગને આપી હતી. જેથી, કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ આ દવાઓનું સેવન કરીને હોમ આઈસોલેશનમાં જ સાજા થઈ શકે. દિલીપ ઠાકોરે કોરોના મહામારીના સમયમાં એક ટીમવર્કથી કાર્ય કરી રહેેલા પાટણ જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસોને બિરદાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details