ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત રેલી યોજાઈ - બેટી પઢાઓ

જીલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્રારા બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન અંતર્ગત જન જાગૃતિના ભાગ રૂપે એક રેલીનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમા પાટણ ગાયનેક એસોસિયેશનના ડોક્ટરો પણ જોડાયા હતાં.

બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત રેલી યોજાઈ
બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત રેલી યોજાઈ

By

Published : Feb 5, 2020, 1:13 PM IST

પાટણ : સમગ્ર દેશમાં છોકરાઓ કરતા છોકરીઓની સંખ્યા ઓછી છે, ત્યારે છોકરા છોકરી વચ્ચેના આ ગેપને પુરા કરવા માટે સરકાર દ્રારા બેટી બચાઓ અંતર્ગત અનેક વિધ યોજનાઓ અમલી બનાવી છે. આ સાથે સાથે દિકરીઓ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે જન જાગૃતિના વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવે છે, ત્યારે આજે પાટણ જીલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્રારા બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત રેલી યોજવામાં આવી હતી.

બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત રેલી યોજાઈ

રેલીને પાટણ સિવિલ સર્જન અરવિંદ પરમારે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. રેલ્વે સ્ટેશનથી રેલી પ્રસ્થાન પામી શહેરના મુખ્ય માર્ગો પર ફરી તાલુકા આરોગ્ય કચેરીએ સમાપન થઈ હતી. રેલીમા જોડાયેલા આરોગ્ય કર્મચારીઓ અને ડોક્ટરોએ દિકરો દિકરી ઍક સમાન, બેટી બચાઓના વિવિધ બેનરો અને પ્લેકાર્ડ હાથમાં ધારણ કરી લોકોને સંદેશો પાઠવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details