ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં 'ફિટ ઈન્ડિયા ક્લીન ઈન્ડિયા' અંતર્ગત રેલી યોજાઈ - gujarat news

પાટણ: શહેરનાં ભદ્ર વિસ્તારમાં ફિટ ઈન્ડિયા ક્લીન ઈન્ડિયા અંતર્ગત રેલી યોજાઈ. જેમાં કેન્દ્રીય વિદ્યાલયનાં વિધાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

પાટણ

By

Published : Oct 2, 2019, 8:29 PM IST

પાટણ શહેરનાં ભદ્ર વિસ્તારમાં આવેલ કેન્દ્રીય વિદ્યાલય દ્વારા ફિટ ઈન્ડિયા ક્લીન ઈન્ડિયા અંતર્ગત રેલી યોજાઈ હતી. શહેરનાં સરદાર પટેલ રમતગમત સંકુલથી આ રેલીને પ્રાંત અધિકારી સુપ્રિયા ગાંગુલીએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ રેલીમાં વિધાર્થીઓએ સ્વચ્છતા જાળવવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને તંદુરસ્તી જાળવવા અંગેના વિવિધ બેનરો સાથે લોકોને સંદેશો આપ્યો હતો.

પાટણનાં કેન્દ્રીય વિદ્યાલય દ્વારા ફિટ ઈન્ડિયા ક્લીન ઈન્ડિયા અંતર્ગત રેલી યોજાઈ

રેલીનાં માર્ગ પર રોડની બન્ને સાઇડ પર ફેલાયેલા કચરાને વિધાર્થીઓ,વાલીઓ અને શિક્ષકોએ દુર કરી સ્વચ્છતા અભિયાનને સાર્થક કર્યું હતું. આ રેલી ઐતિહાસિક રાણીની વાવ ખાતે પહોચી હતી.જયાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details