દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2022 સુધીમા સમગ્ર દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવા માગે છે, ત્યારે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતીથી પ્લાસ્ટિકની બેગ, કપ, સહીતની છ વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પાટણના લોકો પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા બંધ થાય તે હેતુથી નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત જનજાગૃતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં શાકભાજીનો વ્યવસાય કરતા દેવીપૂજક સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા. પટ્ટણી સમાજના ભાઈઓ બહેનોએ પ્લાસ્ટિક હટાવા અંગેના વિવિધ બેનરો અને પ્લે-કાર્ડ હાથમાં લઈ સૂત્રોચ્ચારો કરી નગરજનોને સંદેશો આપ્યો હતો.
પ્લાસ્ટિક મુક્ત પાટણ અંતર્ગત રેલી યોજાઈ
પાટણ: મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે પાટણ નગરપાલિકાએ પ્લાસ્ટિક મુક્ત પાટણ જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પાટણના લોકો પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા બંધ થાય તે હેતુથી નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત જનજાગૃતી રેલીનું આયોજન કર્યું હતું.
પ્લાસ્ટિક મુક્ત પાટણ રેલી
જનજાગૃતિ રેલી નગરપાલિકાથી નીકળીને શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને રેલવે સ્ટેશન સુધી યોજવામાં આવી હતી. રેલીમાં નગરપાલિકાના પ્રમુખે શહેરમા સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે લોકોને શપથ લેવડાવ્યા હતા. તથા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓ પણ આ રેલીમાં જોડાયા હતા.