- આર્ટસ કોલેજમાં વિદ્યાર્થીઓને કોરોના રસી અંગે અપાઈ માહિતી
- યુનિસેફ અને એલેક્ઝાન્ડર ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવ્યો વર્કશોપ
- કોરોના રસી અંગે લોક જાગૃતિ ફેલાવવા અધિકારીઓએ કર્યો અનુરોધ
પાટણ:પી કે કોટાવાલા આર્ટસ કોલેજ કેમ્પસ ખાતે આયોજિત કરવામાં આવેલી એક દિવસીય કાર્યશાળામાં પાટણ હેલ્થ વિભાગના ડૉ.જીનિયસ રાજવી દ્વારા કોરોના બીમારીના શરૂઆતના લક્ષણો, સાવચેતીના પગલાં, માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સ, શા માટે જરૂરી છે તે અંગે પ્રોજેક્ટર દ્વારા વિગતવાર માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. કોરોના રસીને લઇ ફેલાઈ રહેલી માન્યતાઓને દૂર કરવા યુવાઓને અપીલ કરવાની સાથે કોરોના વેક્સિન સુરક્ષિત હોવાનું જણાવી સમાજમાં આ રસી અંગે જાગૃતિ કેળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કોલેજમાં યોજાઇ ત્રિ-દિવસીય કાર્યશાળા