ગુજરાત

gujarat

ETV Bharat / state

Suicide:ચાણસ્મા નજીક નર્મદા કેનાલમાં માતા-પુત્રીએ માસૂમ ભાણી સાથે મોતની છલાંગ લગાવી - નર્મદા કેનાલ

પાટણ જિલ્લાના ચાણસ્મા નગરના ભુલાપુરામાં રહેતી માતા-પુત્રીએ માસૂમ ભાણી સાથે ખોરસમ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. આ બનાવની જાણ આજુબાજુના સ્થાનિકોને થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં હતા. સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહોની શોધખોળ હાથ ધરી હતી, તો મૃતકના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના સ્થળેથી એક્ટિવા મળી આવ્યુ હતું. જો કે, હજુ સુધી ત્રણેયના મૃતદેહ મળ્યા નથી.

ચાણસ્મા નજીક નર્મદા કેનાલમાં માતા-પુત્રીએ માસૂમ ભાણી સાથે મોતની છલાંગ લગાવી
ચાણસ્મા નજીક નર્મદા કેનાલમાં માતા-પુત્રીએ માસૂમ ભાણી સાથે મોતની છલાંગ લગાવી

By

Published : May 27, 2021, 10:02 PM IST

  • બપોરના સમયે ત્રણેય લોકોએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું
  • ઘટના સ્થળેથી એક્ટિવા, ચંપલ અને આધાર કાર્ડ મળી આવ્યા
  • તરવૈયાઓ દ્વારા મૃતદેહોની શોધખોળ કરાઈ
  • ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યાં
    ચાણસ્મા નજીક નર્મદા કેનાલમાં માતા-પુત્રીએ માસૂમ ભાણી સાથે મોતની છલાંગ લગાવી

પાટણઃ ચાણસ્માના ભુલાપુરામા રહેતા બાબુલાલ ઉર્ફે દુર્ગાપ્રસાદની પત્ની, પુત્રીએ માસૂમ 2 વર્ષની ભાણી સાથે એક્ટિવા(Activa) પર કોઈ કારણોસર ઘરેથી નીકળ્યા હતા અને ચાણસ્મા નજીક આવેલ ખોરસમ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં મોતની છલાંગ(Suicide) લગાવી હતી. કિનારે પડેળી એક્ટિવા અને ચંપલો તેમજ આધાર કાર્ડ મળી આવ્યા હતા. આ બનાવની જાણ વાયુવેગે સમગ્ર પંથકમાં ફેલાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં હતા. તો બીજી તરફ મૃતકના પતિ સહિત પરિવારજનો અને ચાણસ્મા પોલીસ(Police) ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ સ્થાનિક તરવૈયાઓને કામે લગાડી મૃતકોની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ સફળતા નહીં મળતાં મોડી સાંજે પાટણ ફાયર બ્રિગેડના જવાનોને બોલાવી પાણીમાં ઉતર્યા હતા. આમ છતાં મૃતદેહો મળી આવ્યા નહોતા.

આ પણ વાંચોઃ ચાણસ્મા નજીક કેનાલમાં પ્રેમ ભગ્ન પરણિત યુવતીની આત્મહત્યાની આશંકા

મોતનું કારણ અકબંધ

ચાણસ્માના પટેલ પરિવારની માતા-પુત્રીએ માસૂમ ભાણીને સાથે રાખી કયા કારણોસર મોતની છલાંગ લગાવી તેનું રહસ્ય હજુ અકબંધ છે.

આ પણ વાંચોઃ ભચાઉમાં પાણીની કેનાલમાં પાણી પીવા ઉતરેલા 3 જણ ડૂબ્યાં, એકનો મૃતદેહ મળ્યો

ABOUT THE AUTHOR

...view details