ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે વિશાળ જનસંપર્ક રેલીનો પ્રારંભ - Gujarati News

પાટણઃ લોકસભાની ચૂંટણીના પડઘમ શરુ થઇ ગયા છે અને રાજકીય પક્ષ પોતાના પક્ષના ઉમેદવારને જીતાડવા અને મતદારોને રીઝવવા જનસંપર્ક અને રેલીઓ શરુ કરી દીધો છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 17, 2019, 2:29 PM IST

ત્યારે પાટણમાં પાટીદાર અનામત અંદોલનનું એપી સેન્ટર ગણાતા અંબાજી નેળિયા વિસ્તારમાં ભાજપ દ્વારા ભવ્ય જનસંપર્ક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના પ્રદેશ મહામંત્રી કે સી પટેલની અધ્યક્ષતામાં વિશાળ જનસંપર્ક રેલીનો પ્રારંભ થયો હતો. સાથે જ રેલીમાં પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ ,નગરપાલિકાના પ્રમુખ સહીત ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈને રેલી યોજી હતી.

લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે વિશાળ જનસંપર્ક રેલીનો પ્રારંભ થયો

આ વિસ્તારના લોકોએ પણ ભાજપની આ રેલીને આવકારી હતી. આગેવાનોને કુમકુમ તિલક અને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટીદાર અનામત અંદોલન સમયે આ વિસ્તાર અંદોલનની ચળવળમાં સૌથી વધુ અગ્રેસર હતો અને ભાજપના આગેવાનો આ વિસ્તારમાં જવું પણ મુશ્કેલ બન્યું હતું. જો કે ચૂંટણીને અનુલક્ષીને કાઢવામાં આવેલી આ રેલીમાં સ્થાનિકો દ્વારા ફૂલોથી સ્વાગત કરી રેલીને આવકારતા કોંગ્રેસ માટે કઠીન ચઢાવ આવી શકે તેવું માનવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details